બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપનારા માટે પરીક્ષા કેન્દ્રોની નવી યાદી જાહેર

New Update
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપનારા માટે પરીક્ષા કેન્દ્રોની નવી યાદી જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3 સંવર્ગની પરીક્ષા માટે અમદાવાદના ૫૧૫ માંથી ૧૮ પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યમાં ૧૭ નવેમ્બરે યોજાનારી પરીક્ષા કેન્દ્રના સંચાલકો સાથે જિલ્લા શિક્ષણાધિકારી અને કલેક્ટર કચેરી દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી હતી, જેમાં આ અંગે મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પહેવા આ પરીક્ષા ૨૦ ઓક્ટોબરનાં રોજ યોજાવાની હતી, પરંતુ તે સમયે પરીક્ષા રદ્દ થયા બાદ નવી તારીખ જાહેર કરવામાં આવી હતી. નવી તારીખ પર કેટલીક શાળાઓમાં અગાઉથી કાર્યક્રમો નક્કી હોવાથી છેલ્લી ઘડીએ અમદાવાદનાં ૧૮ પરીક્ષા કેન્દ્ર બદલવાની તંત્રને ફરજ પડી છે. બદલાયેલા પરીક્ષા કેન્દ્રોની માહિતી ઉમેદવારોએ gsssb.gujarat.gov.in પરથી પોતાનાં સીટ નંબરનાં માધ્યમથી મેળવવાની રહેશેનું જણાવાયું છે. 

Latest Stories