બીજી મા સિનેમા : ઠાકરે , “જિસ રંગ કી ગોલી મુઝે છૂ કે નીકલેગી વહ રંગ ઈસ દેશ સે મીટ જાયેગા”

બીજી મા સિનેમા : ઠાકરે , “જિસ રંગ કી ગોલી મુઝે છૂ કે નીકલેગી વહ રંગ ઈસ દેશ સે મીટ જાયેગા”
New Update

‘ફ્રી પ્રેસ જર્નલ’ અખબારના કાર્ટૂનીસ્ટને એડિટર એ.પી. સેલવરજન કહે કે આપ જે કાર્ટૂન બનાવો છો એ તીખા તમતમતા છે, ઉપરથી ( સરકારમાંથી ) પ્રેસર છે, માટે આપની પીંછી જરા હળવી ચલાવો.

કાર્ટૂનીસ્ટ એટલે બાલા સાહેબ ઠાકરે.

આજ સુધીના ઇતિહાસમાં નોકરી માંથી રાજીનામુ કાર્ટૂન બનાવીને આવ્યું હોય તો એ હતા : બાલા સાહેબ ઠાકરે. “ મૈં આર્ટીસ્ટ હૂં , મજ્દૂર નહિં. ”

મહારાષ્ટ્રમાં મરાઠીઓ સન્માનપૂર્વક જીવી શકે, મદ્રાસીઓ અને પંજાબીઓ એમને બીજા દરજ્જાનું કામ કરાવે છે, એને નજરે જોયા બાદ બાલા સાહેબે રણશીંગુ ફૂંક્યું : ‘શીવસેના’. એક એવું સંગઠન જે પોતાના અધિકાર માટે લડે, હથિયાર ઉઠાવે અને બીજા અધિકાર, સુરક્ષા માટે કટીબધ્ધ રહે. ‘હાથ જોડેંગે નહિં, તોડેંગે’

મરાઠીઓને સંબોધતા એમણે કબૂલ કર્યું હતું. દક્ષિણ ભારતીય એક કમરામાં સાથે રહે, સાથે પીએ, એકબીજાને સાથે રાખે, મરાઠીઓ એકબીજાની ટાંગ ખેંચે. બાલા સાહેબ ચીરુ, હુક્કા અને બીયરના શોખીન.

એમણે લલકાર આપ્યો : ‘બજાયો ચૂંગી, ઉઠાયો લૂંગી’

ઇમરજન્સી પછી ‘જનતા દળ’ રચાયું. મોરાજી દેસાઈ વડાપ્રધાન બન્યા, એમનું મુંબઈમાં આગમન.

બાલા સાહેબ ઠાકરે એ એક આવેદનપત્ર આપવા માટે અરજી કરી.

વહીવટીતંત્રના વડા મોરાજી દેસાઈ રવિ દેસાઈને પૂછે છે :

‘ઈતની બડી તોપ કોન હૈ યે બાલા ઠાકરે.’

શિવસેનાના સૈનિક કીસી ભી બેસહારે કો તકલીફ નહિં દે શકતા, અગર વહ હૈ, તો શિવ સૈનિક નહિં હોગા.

જય હિંદ, જય મહારાષ્ટ્ર.

મુંબઈમાં દંગા થયા, ૫૯ શિવસેનાના સૈનિકો માર્યા ગયા, ત્યારે બાલા સાહેબ એક સૈનિકની નનામીને કંધો આપીને કહ્યું હતું : “યે જો મેરે કંધો પર હૈ વહ આપકા લોકતંત્ર હૈ” આર્મી બોલાવવામાં આવી તેના પર ટિપ્પણી કરતાં બાલા સાહેબે કહેલું,

“આર્મી યે દેશ કી સીમા કી રક્ષા કે લીયે હૈ, ઉનકો દેશ કે નાગરીક કી સુરક્ષા કે લીયે નહીં બુલાના ચાહિયે, બડે શર્મ કી બાત હૈ.”

પોલીસ ફોર્સને પાનો ચઢે એવો સંવાદ બાલા સાહેબ ઠાકરે કહે છે : પોલીસને અડધો કલાક માટે છુટ્ટી આપો તો બધુય સમુસુતર થઈ જશે. ઉપરથી ઓર્ડર મળે તો જ સુરક્ષા કરવાની એમાં પોલિટીશ્યન ફાવી ગયા છે.

  • અબ એક હિટલર પેદા હોના ચાહિયે ‌- બાલા સાહેબ.
  • શિવસેનાના ૫૯ સૈનિકોને બેરહમીથી ગોળીથી વીંધી નાખ્યા એ જાણી બાલા સાહેબ ઠાકરેનો આક્રોશ. ‘જનરલ ડાયર કી ઔલાદ’
  • બાલા સાહેબ ઠાકરેને જેલમાં જ્યોર્જ ફર્નાન્ડિસ મળે છે.

બાલા સાહેબ : આપ તો પૂરે ભારત મેં રેલગાડી બંધ કરા શકતે.

જ્યોર્જ : બાલા સાહેબ આપ મુંબઈ જલાતે હો તો દિલ્હી લાલ હોતા હૈ.

  • મધ્યાંતર સુધીની ફિલ્મ લગભગ બ્લેક એન્ડ વ્હાઈટ છે. મધ્યાંતર પહેલાની કેટલીક ક્ષણોમાં એક શ્વેત ફૂલને ધીરે ધીરે કેસરી થતું દેખાડ્યું છે. અને મધ્યાંતર સ્ક્રીન પર લખાય છે, લાજવાબ.
  • બાલા સાહેબને એક મરાઠી ડિસ્ટ્રીબ્યુટર ફરિયાદ કરે છે કે ‘કેપિટલ’ થિયેટરમાં મરાઠી ફિલ્મને બદલે હિંદી ફિલ્મી ‘તેરે મેરે સપને’ રીલીઝ થઈ. મરાઠી ફિલ્મમાં હિરોઈન ઠુમકો લગાવતી નથી, એટલે એમને દર્શકો મળતા નથી એવું થિયેટરના માલિક કહે છે. બાલા સાહેબ એમની ફોજ લઈને ‘કેપીટલ’ થિયેટર પર પહોંચે છે, તોડફોડ સૈનિકો કરે છે. તેરે મેરે સપને ( દેવાનંદ ) ની ફિલ્મનું બેનર ફાડીને ફેંકી દે છે.

બાલા સાહેબ કહે છે : ‘ઘર મેરા, બિસ્તર મેરા ઔર સપને તેરે’ એસા અબ નહીં ચલેગા.

મરાઠી બેરોજગાર, અલ્પશિક્ષિત યુવાનોને પગભર બનાવવા આખા મુંબઈમાં વડાપાંવની લારી ખોલવાનું આહવાન આવે છે.

સંવાદ : ‘વડાપાંવ મુંબઈ કી પહેચાન હૈ’

ક્રિકેટર દિલીપ વેંગસરકર અને મીંયા દાદ ઠાકરેને ‘માતૃશ્રી’ માં મળવા આવે છે.

બાલા સાહેબ બન્ને સ્વાગત કરે છે. મીંયા દાદ ને પૂછે છે, “ બીયર પીયોગે ?” મીંયા દાદ ના પાડે છે, અને ગભરાતા ગભરાતા સંકોચ સાથે વિનંતી કરે છે.

ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચ મુંબઈમાં રમવાની મંજૂરી આપો. સરકાર પણ આપની રજા ચાહે છે.

બાલા સાહેબ :સીક્સર બડા અચ્છા લગાયા થા.

મીંયા દાદ : વહ તો ઝનૂન આ ગયા તો લગ ગયા બાકી ચેતન શર્મા ને સભી બોલ બરાબર ડાલે થે, આખરી બોલ હી બીગાડ દિયા ઔર સિક્સર લગ ગયા.

ઠાકરે : પાકિસ્તાન કે ખેલાડી અપને લીયે ખેલતે હૈ ઔર મેરે દેશ કે ખેલાડી દેશ કે લીયે ખેલતે હૈ.

બાલા સાહેબ પર જીવલેણ હુમલા થતા હતા. દરેક વખતે એ બચી ગયા.

છેલ્લી વાર જ્યારે એમને ખબર પડી કે એમને ગોળી મારવાનું ષડયંત્ર રચાઈ ગયું એમાં મુસ્લિમનો હાથ છે ત્યારે બાલા સાહેબ ઠાકરે કહે છે : ‘જિસ રંગ કી વહી ગોલી મુઝે છૂ કે નીકલેગી ઈસ દેશ મેં સે વહી રંગ મીટ જાયેગા.’

  • બાલા સાહેબ ઠાકરેનાં સપોર્ટથી મનોહર જોશી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બને છે.
  • કોર્ટમાં ન્યાયાધીશ બાલા સાહેબને પૂછે છે, ‘આર યુ ગીલ્ટ ઓર નોટ ગીલ્ટી’.

બાલા સાહેબ : “અગર દેશ કો પ્યાર કરના ગુન્હા હૈ તો આઈ એમ ગીલ્ટી.”

મેરે લીયે જનતા કી અદાલત સબસે બડી હૈ, ઉસીકા ફેંસલા મેરે લીયે અંતિમ હૈ.

જય હિંદ, જય મહારાષ્ટ્ર

#લેખ
Here are a few more articles:
Read the Next Article