/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/04/unnamed-31.jpg)
"મહિના હમે ગીનના આતા હૈ સાહબ, હર બાર સાલા લાલ કરકે જાતા હૈ "
"આપ જિસે જબાન સે કોઠા, દિમાગ સે રંડીખાના સમજતે હો, યે હમારા ઘર હૈ. અગર કોઈ બુરી નજર ડાલે તો, હાથ પૈર ઔર જીસ્મ કા પાર્ટીશન કર દેંગે."
હિન્દુસ્તાન અને પાકિસ્તાનના ભાગલા વખતે અને પછી અંગ્રેજોની કૂટનીતિ, કોંગ્રેસ અને મુસ્લિમ લીગના લુચ્ચા, દંભી, લંપટ રાજકારણીઓનો મુખવટો ચીરતી વિદ્યા બાલન અભિનીત ફિલ્મ 'બેગમ જાન' એરકંડીશન્ડ થિયેટરમાં પુશબેક સીટમાં દર્શકોના દિમાગમાં ખુન્નસ લાવી દે તેવી છે. બેગમ જાન 11 વેશ્યાઓએ ભારત પાકિસ્તાન વચ્ચેના ભાગલાનો વિરોધ કરેલો કારણ સાયરીલ રેડ ક્લિક અંગ્રેજ અફસરે ભાગલાની લાઈન સરહદ પર આવેલી એક કોઠી વચ્ચેથી પસાર થાય છે, માટે કોઠી ખાલી કરી તેનો કબ્જો સરકારને આપવો એવો વટહુકમ કોઠીની માલકણ બેગમ જાનને આપેલો. કોઠી ઇસ્ટ પાકિસ્તાન અને વેસ્ટ બંગાળ વચ્ચે આવેલી હતી.
સતત હુક્કો પીતી, પોતાના અધિકાર માટે જાન કુર્બાન કરતી હિન્દી,બંગાળી, ગુજરાતી અને અવધ ભાષાની મિશ્રિત રેશમી તેજાબ, જબાન ધરાવતી બેગમ જાન જયારે આંખમાં અંગારા સાથે બોલે કે "આઝાદી કેવળ મરદો કે લિયે હોતી હૈ" ત્યારે પ્રેક્ષકો બેઠક પર થીજી જાય છે.
2016 માં બસમાં ગૅન્ગરેપ કરવા ચઢેલા નબીરાઓની ચુંગાલમાંથી એક યુવતી નાસી છૂટે, તેનો બે લબરમૂછિયા પીછો કરે, એક વૃધ્ધા યુવતીને બચાવવા નગ્ન થઈને યુવતીની આગળ ઢાલ બનીને ઊભી રહે, બન્ને જણાં શરમના માર્યા ત્યાંથી ભાગે આવા ચોટદાર દ્રશ્યથી ફિલ્મનો પ્રારંભ થાય.
-2-
સુરજીત (પ્રીતોબશ ત્રિપાઠી ) 11 વાસકસજ્જાની વચ્ચે રહે, એકને દિલોજાનથી પ્રેમ કરે અને કોઠીને બચાવવા જતા શરીરના ત્રણ ટુકડા થાય ત્યાં સુધી ઝઝૂમે. ઈલિયાસ (રંજીતકપૂર) મુસ્લિમ લીગનો નેતા, હરિપ્રસાદ (આશિષ વિદ્યાર્થી) કોંગ્રેસી બંને મિત્રો, બન્નેએ ભાગલા પછી કોમી હુલ્લડમાં પરિવારજનો ગુમાવ્યા છે. બેગમ જાનનું ફિલ્માંકન ઝારખંડમાં થયું છે. જ્યાં માઈલો સુધી ઉજ્જડ વેરાન તેની મધ્યમાં એક હવેલી. જેને કોઠી તરીકે બધા જાણે, વિધવા, બળાત્કારનો ભોગ બનેલી, હવસનો શિકાર થયો હોય એવી યુવતીને બેગમ જાન સહારો આપે.
બેગમ જાનનું ધ્યાનાકર્ષક બીજું એક પાત્ર કીલર ગેન્ગનો સરદાર કબીર (ચંકી પાંડે). ત્રીજું સુમિત નીઝવાન. જે સલીમ મીરઝા બંદૂકધારી કોઠીનો રક્ષક. આઝાદી પહેલા રજવાડાઓની જાહોજલાલી અને પછી રાજાઓ અને તેમના વંશજોની બર્બાદી ડાયરેક્ટર શ્રુજીત મુખર્જીએ આબેહૂબ કચકડે મઢી છે. શ્રુજીત મુખર્જી 'બેગમ જાન'ના ડાયરેક્ટર, સ્ક્રીન પ્લે, સ્ટોરી રાઇટર છે. તેમની વર્ષ 2015 માં બંગાળી ફિલ્મ ' હિની કે રાજ ' છે. શ્યામ બેનેગલ 1986માં 'મંડી' ફિલ્મ હતી. તેના છાંટા ક્યાંક ક્યાંક દેખાયા. નસરુદ્દીન શાહ (રાજાજી), ઈલા અરુણ (અમ્મા), પલ્લવી શારદા (ગુલાબો) બધા જ પાત્રો પૂરક છતાં યાદગાર.
માત્ર 15 પાત્રો હોળી રમે, ખેલે, નાચે, કુદે એકમેકને ગુલાલ અને પીચકારીથી રંગે. એ ગીતની કોરિયોગ્રાફી (ગોપી ભગત) અદ્દભૂત છે. સંગીતકાર અનુ મલિક અને ખય્યામ છે. 'બેગમ જાન'જોતી વખતે સદા બહાર રેખાજીની 'ઉમરાવજાન' અને 'ઉત્સવ' ફિલ્મોની ઝલકો સ્મરણપટ પર સળવળી અને થિયેટરમાં જતા પહેલા કુબેર તંબાકુ મસળીને ગલોફામાં મુકેલી તે ફિલ્મ પુરી થઇ અને દાદર ઊતરતી વખતે યાદ આવ્યું કે ગલોફામાં જ રહી છે. એવું કેતન પટેલે (સુઝુકી ભરૂચ) મને કહેલું.
-3-
કાજુ કતરી ત્યારે જ શોભે જયારે તેની ઊપર ચાંદીનું વરખ લગાડેલું હોય એમ 'બેગમ જાન' માં જયારે અમિતાભ બચ્ચનના પાર્શ્વ અવાજમાં હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલાની વાર્તા કાને પડે અને રૂંવાટા ખડા થાય. ભારતીય સેન્સર બોર્ડને અભિનંદન કે આટલી બોલ્ડ ફિલ્મને પ્રેક્ષકો સુધી પહોંચાડી. આદાબ ! વિદ્યા બાલનજી, બેગમ જાન.