/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/8-2.jpg)
પાંચ ફુટ આઠ ઇંચ લાંબી છોકરીએ હોલિવુડમાં ગઝબની ઉંચાઈ હાંસલ કરી
ગીત 'બલમ પીચકારી જો તુને મુજે મારી' , ફિલ્મ "યે જવાની હૈ દીવાની" થી લઈને મેદાન મારી 'બાજીરાવ મસ્તાની' માં હિન્દી ફિલ્મ જગતના નામાંકિત એવોર્ડ હાંસલ કરનાર દીપિકા પાદુકોણ હાલમાં વિશ્વભરની હીરોઇનોમાં સૌથી વધારે પૈસા લેનારી છે. ઉંમર 31 વર્ષ, જન્મ તારીખ પાંચમી જાન્યુઆરી 1986, ડેન્માર્કમાં કોપનહેગનમાં જન્મેલી, પિતા પૂર્વ બેડમિન્ટન ખેલાડી, પ્રકાશ પાદુકોણ, માતા કોંકણીભાષી ઉજાલા પાદુકોણ, નાની બહેન અનિષા. દીપિકા પાદુકોણની ઉંચાઈ 1.74 મીટર છે.
લીરીલ, ક્લોઝઅપ, લિમ્કાની જાહેરાતમાં વયસ્ક નાગરિકોએ એને જોઈ હશે. કિંગફિશરે 'મોડેલ ઓફ ધ યર' એવોર્ડ એને આપેલો, કિંગફિશરના જગપ્રસિધ્ધ કેલેન્ડરમાં બિકીનીમાં દીપિકા પાદુકોણની તસવીરે ભારે ચર્ચા જગાવી હતી.
મારે વાત કરવી છે 'સેરેના' દીપિકાની 'ટ્રિપલ એક્સ' ફિલ્મમાં વીન ડિઝલ સાથે છલોછલ આત્મવિશ્વાસથી અભિનય કરનાર દીપિકાની હિન્દીમાં ડબ થયેલી અંગ્રેજી ફિલ્મો જોનારા ગુજરાતી દર્શકો 'વીન ડિઝલ'ની જબરજસ્ત એક્શન ફિલ્મોથી પ્રભાવિત છે. 'ટ્રિપલ એક્સ' માં દીપિકા એ 'સેરેના અગર' નામથી બખૂબીથી રોલ કર્યો છે, એ જોઈને ભારતીય દર્શકોની છાતી ગજ ગજ ફૂલે.
'ટ્રિપલ એક્સ' ફિલ્મની વાર્તા ટૂંકમાં વર્ણવું તો 'પેડેરાબોક્ષ' જે દુનિયાના બધા મિલીટરી સેટેલાઇટનું નિયંત્રણ કરી શકે એવું આપના સેટ અપ બોક્સ સાઈઝનું, કાળા રંગનું, તેની ધોળે દહાડે ઝેડ સિક્યુરિટી હોવા છતાં નજર સામે વીજળીવેગે ઉઠાંતરી થાય તેને પાછું મેળવવા સરકાર વીન ડિઝલ અને તેની પસંદગીની ગેન્ગને કામ સોંપે.
ફિલિપાઇન્સના જંગલમાં દુનિયાની અલભ્ય જગ્યાઓ, અન્ડર વર્લ્ડના અડ્ડા, ટાપુ, રેસ વીથ ધ ડેવિલ્સ જેવા પરાક્રમો, સ્કેટિંગ, ડ્રાઈવિંગ, કાર ચેઇઝીંગ, ડાઇંગ, અક્કલ બહેર મારી જાય એવા શુટરો, કરાટે કુંફૂ, લવ, રોમાન્સ, ડાયલોગ, બેક ગ્રાઉન્ડ મ્યુઝિક, એડિટિંગ, સ્ટોરી નેરેશન, કથા કશામાં પણ રતીભારની કચાસ નહિ. 'ટ્રિપલ એક્સ ' ના કલાકારોના નામ ગુગલ પર હાજર છે, એ અંગ્રેજીનામને ગુજરાતીમાં લખવાની માનસિક કસરત કરતો નથી. જેને વિગતમાં રસ હોય તે સર્ચ કરી લે.
મારે વાત કરવી છે દીપિકાની. ફક્ત દીપિકાની, 'ગોલિયોંકિ રાસલીલાની ' દીપિકાની ' ૐ શાંતિ ૐ ' ની દીપિકાની.'પીકુ' ની દીપિકાની, 'કોકટેલ' ની દીપિકાની, 'તમાશા' ની દીપિકાની.
પૃથ્વીરાજ કપૂરના ખાનદાનના ઋષિકપૂરના ચિરાગ રણવીરકપૂર સાથે પેજ થ્રિમાં ચમકેલી દીપિકાની. 'ટ્રિપલ એક્સ' ફિલ્મ તા. 19 મી જાન્યુઆરી 2017 માં રિલીઝ થઇ હતી, એ પછી એક ટીવી શોમાં દીપિકા પાદુકોણે કબુલ કર્યું છે કે 'ટ્રિપલ એક્સ' ના હીરો વીન ડિઝલ સાથે ચરમસીમાના અનુભવી એક સંતાનની માતા બની એવું સપનું જોયું છે. 'ટ્રિપલ એક્સ' માં દીપિકા જે રીતે જોખમી સ્ટન્ટ કરે, રિવોલ્વર, મશીનગન ચલાવે, ચાલતી વખતે તેનામાં પ્રગટેલો ભરેલો અગ્નિ, આત્મવિશ્વાસ બની આત્મસન્માનથી છલોછલ મહિલા સ્વાતંત્ર્યનું રણશીંગુ ફૂંકે, તેનો રણકો, લટકો ફટકો દર્શકોના દિલ અને દિમાગને હચમચાવી નાખે.
'ટ્રિપલ એક્સ' જોઈને ગુજરાતી દર્શકને, ભારતીય દર્શકને ઘા પર ઈથરનું પોતું મૂકીને જે ટાઢક થાય એવો હાશ! થાય , હોલીવુડમાં પણ અમારી દીપિકાએ પહેલી ફિલ્મથી ચોક્કસ સ્થાન મુકમલ કર્યું છે.હજુ સુધી 'ટ્રિપલ એક્સ' ના જોઈ હોય તો પ્રાયોરિટી માં આ ફિલ્મ જુઓ અને મારી સાથે કહો ' સલામ દીપિકા પાદુકોણ'.