બીજીમા : સિનેમા ઓક્સિજન : નામમાં શું રાખ્યુ છે.

New Update
બીજીમા : સિનેમા ઓક્સિજન : નામમાં શું રાખ્યુ છે.

એપ્રિલની ત્રીજી તારીખે ચિન્મય પુરોહિત ચેનલ નર્મદામાં આવ્યા હતા. સાથે હતો કૃતાર્થ જાની. જીગરે મને કહ્યું એક ફિલ્મ આવી રહી છે ઓક્સિજનએના રાઈટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર છે. કૃતાર્થ ભરૂચનો છે. એ અસોસિએટ ડિરેક્ટર છે. “આવો મળીયે” કરવાનું છે. મેં કહ્યું ઓ.કે. દિગ્દર્શક ફિલ્મના વખાણ કરે, આના જેવી ગુજરાતી ફિલ્મ આજ સુધી આવી નથી વિગેરે વિગેરે એમણે ઔપચારિક વાત કરી હું ઝટ્ દઈને ઈમ્પ્રેસ થયો ન’હતો.

ગુરુવાર, તા. ૧૭ મી મે ઝાડેશ્વર આઈનોક્ષમાં અમે ૩૦ જણાએ ઓક્સિજન જોઈ. અમારી સાથે હતા ૯૭ વર્ષના યંગ લેડી માનનીય પુષ્પાબહેન પટેલ.

“ઓક્સિજન” પ્રાણવાયુ જીવવા માટે અનિવાર્ય. અઢળક પરિવારો છે જેમને પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ મળતો જ નથી. પ્રાણવાયુ એટલે સંવેદના ટેકનોલોજીએ સંયુક્ત કુટુંબને વિભક્ત બનાવવા અને ઉપકરણો એમાં મોબાઈલે વિભક્ત કુટુંબને વિખૂટુ પાડ્યું. પતિ-પત્ની, પુત્ર, પુત્રી, પૌત્રી સુધી મોબાઈલનો વપરાશ એટલો વધ્યો છે કે જીવનનું અનિવાર્ય અંગ બની ગયો, ત્યારે ઓક્સિજન ફિલ્મ સાચા અર્થમાં પ્રાણવાયુ પૂરે છે. એન.આર.આઈ કે જેઓ ડોલર અને પાઉન્ડની આંધળી દોડમાં ત્યાં વસે છે અને મા-બાપને ઘરનું વૈંતરુ કરાવવા બોલાવે છે તેને ગાલે તમતમતો તમાચો આપે છે. પતિ-પત્ની લડે, ઝઘડે સાધન સંપન્ન હોય તો દીકરા-દીકરીને હોસ્ટેલમાં મુકે તેવા સંતાનોની વ્યથા આબેહૂબ ઓક્સિજનમાં કચકડે કંડારી છે મુસ્લિમ બિરાદરોને પણ જોવી ગમે એવી ગુજરાતી ફિલ્મ છે. રિઝવાન, નસરીન યાદ રહેશે. આ ફિલ્મ હિન્દી, મરાઠીમાં બનશે જ.

અભિનેતા, અભિનેત્રીને સલામ !

પ્લીઝ, પ્લીઝ ડોન્ટ મીસ ઓક્સિજન.

ડિરેક્ટર, રાઈટર : ચિન્મય પુરોહિત

સ્ટાર : રોહિનિ હાત્તંગડી (માતા), દર્શન જરીવાલા (પિતા), પ્રતિક્ષા લોંકર

કાસ્ટ : વ્યોમા નંદી (નતાશા),

પંકજ પાઠક,

પ્રલય રાવલ,

અન્નપૂર્ણા શુક્લા (માતા),

ભરત ઠક્કર,

અંશુલ ત્રિવેદી,

ચિરાગ ત્રિવેદી (કિશન, NRI),

અરવિંદ વૈદ (પિતા),

શુષાંક વ્યાસ

Latest Stories