/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/indian-Flag.jpg)
એક શેર કો શાકાહારી બના શકતે હૈ, માઉન્ટબેટન.
પાર્ટીશન: ૧૯૪૭ ફિલ્મ ૧ કલાક ૪૭ મિનિટની છે.૧૮મી ઓગષ્ટ ૨૦૧૭ના રોજ સિનેમાઘરમાં રીલીઝ થઇ. ગુરીન્દર ચઢ્ઢા ડાયરેક્ટર, એ.આર. રહેમાન સંગીતકાર, પોલ મયેડા બરઝીસ અને દીપક નાયર નિર્દેશક. સિનેમેટોગ્રાફી બેન સ્મીયાર્દની છે.
હુમા કુરેશી અભિનેત્રી એનો એક ડાયલોગ: મેરા કામ મુઝે આઝાદી દેતા હૈ.સુપર્બ.
સૂરદાસ ઓમપુરી, મનીષ દયાલ, સરાહ જેન ડાયસનો કમાલનો અભિનય,લગભગ ૯૯% ભારતીય નાગરિકોને ખબર છે કે તા.૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ ના રોજ અંગ્રજોએ આઝાદી આપી હતી. તા.૧૪મી ઓગષ્ટે પાકિસ્તાનને અને તા.૧૪મી ઓગષ્ટની રાતે બાર વાગે હિન્દુસ્તાનને આઝાદી મળી હતી, ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ બન્યા.
પાર્ટીશન: ૧૯૪૭માં એવું સ્પષ્ટપણે દર્શાવાયું છે કે સ્વતંત્ર દિનના ત્રણ વર્ષ પહેલા ચર્ચિલ અને મહંમદ ઝીણાએ નકશા તૈયાર કરી પાકિસ્તાન અને હિન્દુસ્તાનના ભાગલા નક્કી કર્યા હતાં. છેલ્લા વાઇસરોય તરીકે માઉન્ટનબેટન એક માત્ર મહોરું હતા કે જેમને એની ગંધ પણ ન હતી. માઉન્ટબેટન પ્લાન તરીકે ભારતના રાજકીય નેતાઓને માત્ર એને સમજાવવા જ મોકલ્યા હતા.
પાકિસ્તાનના સ્વતંત્ર દિને તા.૧૪મી ઓગષ્ટ ૧૯૪૭એ માઉન્ટબેટન ઝીણાની સાથે ઉભા રહી સ્વતંત્ર પાકિસ્તાનની ઘોષણાના જોડીદાર બન્યા હતા.
તા.૧૪મી ઓગષ્ટ ૧૯૪૭ની રાતે ૧૨ વાગે આઝાદીના ફટાકડા અને જશન હિન્દુસ્તાન પ્રજા મનાવતી હતી ત્યારે મહાત્મા ગાંધીજી અગાશીમાં ઘસઘસાટ ઊંઘતા હતા.ભારતના ભાગલા થાય એ તેમને હરગિસ મંજૂર ન હતા. આઝાદી મળી એનો જશન મનાવવા તેઓ માનસિક રીતે તૈયાર ન હતા, કોંગ્રેસીઓએ તેમને અંધારામાં રાખ્યા હતા. ત્યારે મોબાઈલ, વોટ્સએપની સુવિધા ઉપલબ્ધ હોત તો! મહાત્મા આટલા બેખબર ન રહ્યા હોત!
પંડિત નહેરુ માઉન્ટબેટન સાથે સંવાદ કરે છે ત્યારે માઉન્ટબેટન બોલે છે: ઔર આપ પર ભી કેમ્બ્રીઝ કા અહેસાન હૈ જહાં સે આપને દલીલ કરના શીખા હૈ, માઉન્ટબેટનને ડીકી કહીને તેમની પત્ની બોલાવતી હતી.
અંતિમ સંવાદ: આપને હિન્દુસ્તાનકો ખૂન મેં ડૂબો દિયા. માઉન્ટબેટનનો જવાબ: લેકિન તલવાર આપકે હાથ મેં થી...
રેર ફિલ્મ છે જ્યાં પણ જોવા મળે સો કામ પડતા મુકીને દોડી જજો આઝાદ હિન્દુસ્તાનની સાચી હકિકત જાણવા.જયહિંદ.