ભગવાન, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે અમદાવાદ માં 139મી નગરચર્યા પર નીકળશે
ભારતભર માં ઉજવાતા ભગવાન જગન્નાથ ની રથયાત્રા નું અનેરું ધાર્મિક મહાત્મ્ય છે.અષાઢી બીજ ના પર્વ નિમિતે ભગવાન સ્વયં નગરચર્યા પર નીકળે છે અને ભક્તો ને દર્શન આપે છે. આ રથયાત્રા નું માત્ર ભારતીયો જ નહીં પરંતુ વિદેશી નાગરિકો માં પણ ભારે આકર્ષણ રહેલું છે.
ઓડિશા રાજ્ય ના પૂરી ખાતે આવેલ ભગવાન જગન્નાથ નું મંદિર પૌરાણિક છે. અષાઢી બીજ ના પર્વ નિમિતે નીકળતી રથયાત્રા ની તૈયારી ના ભાગ રૂપે દસ દિવસથી જ આ મહોત્સવ ની ઉજવણી શરૂ થઈ જાય છે.આ ઉત્સવ ની શરૂઆત અક્ષય તૃતીય ના પવિત્ર દિવસથી શ્રી કૃષ્ણ,બલરામ અને બહેન સુભદ્રા ના રથો ના નિર્માણ નું કાર્ય શરૂ કરવામાં આવે છે.
ભગવાન શ્રી કૃષ્ણના રથ ને ગરૂડ ધ્વજ અથવા કપિલ ધ્વજ કહેવામાં આવે છે.16 પૈંડા નો આ રથ 13.5 મીટર ની ઉંચાઈ નો હોય છે.જેમાં લાલ અને પીળા રંગ ના કાપડનો ઉપયોગ પણ થાય છે.રથ પર જે ધ્વજ હોય છે તેને ત્રૈલોકય મોહિની તરીકે પણ ઓળખવા માં આવે છે.
જ્યારે બલરામ ના રથ ને તજ ધ્વજ તરીકે ઓળખવામાં આવે છે.જે રથ 13.2 મીટરની ઉંચાઈ નો અને 14 પૈંડા નો હોય છે.જેમાં લાલ અને લીલા રંગ ના કાપડથી સજાવવા માં આવે છે.અને 763 લાકડીના ટુકડાનો રથ બનાવવામાં ઉપયોગ થાય છે.આ રથના ત્રિબ્રા,ઘોરા,દિર્ઘશર્મા,અને સ્વર્ણનાવા રથ ના અશ્વ છે.જે દોરડા થી રથ ને ખેંચવામાં આવે છે તેને વાસુકી કહેવામાં આવે છે.
ભગવાન ની બહેન સુભદ્રા ના રથને પદ્મધ્વજ તરીકે ઓળખવા માં આવે છે,12.9 મીટર ઉંચા રથમાં 12 પૈંડા હોય છે.લાલ અને કાળા રંગના કાપડની સજાવટ સાથે 593 લાકડીના ટુકડા માંથી રથનું નિર્માણ કરવામાં આવે છે.રથના રક્ષક જયદુર્ગા અને સારથી અર્જુન હોય છે.રથધ્વજ ને નંદવિક પણ કહેવામા આવે છે.રોચિક,મોચિક,જીતા,અને અપરાજીતા રથના અશ્વ હોય છે.જે દોરડા થી રથ ખેંચાય છે.તેને સ્વર્ણ ચુડા કહેવામાં આવે છે.
આ રથયાત્રા ને ગુન્ડિય યાત્રા પણ કહેવામા આવે છે.જગન્નાથ ની રથયાત્રા ગુંડિચા મંદિરે પહોંચ્યા બાદ સંપન્ન થાય છે.
જ્યારે અમદવાદ માં યોજાતી રથયાત્રા બીજા ક્રમ ની ગણવામાં આવે છે.અમદાવાદના જમાલપૂર માં આવેલ જગન્નાથ મંદિર 400 વર્ષ જૂનું છે અને 139 મી વખત રથયાત્રા યોજાશે,138 વર્ષ પહેલા મંદિર ના મહંત નરસિંહ દાસજી એ પ્રથમવાર ઈ.સ.1878 ની અષાઢી બીજ ના દિવસે રથયાત્રા નો પ્રારંભ કરાવ્યો હતો.નાના પાયે શરૂ થયેલી રથયાત્રા આજે દેશની બીજા નંબર ની ભવ્ય રથયાત્રા છે.
પહેલા ભગવાન ને બળદ ગાડા માં લઈ જવામાં આવતા હતા જેમાં સાધુ સંતો રથયાત્રામાં જોડતા અને સરસપુર માં રણછોડજી ના મંદિરમાં સાધુ સંતો રસોડું બનતું અને તેઓ પ્રસાદી નો લ્હાવો લેતા તેથી તે સમય થી સરસપુર ભગવાન જગન્નાથ નું મોસાળ બની ગયું છે.અને હવે સરસપુર ના તમામ રહીશો રથયાત્રા ના ભક્તો ને જમાડે છે.
આ રથયાત્રા માં ગુજરાતની ઝાંખી ના ટેબ્લો,101 જેટલા શણગારેલી ટ્રકો,30 થી વધુ અખાડા,18 ભજન મંડળી,બેન્ડવાજા,2000 મંદિર થી વધુ ના સાધુ સંતો જોડાશે,વહેલી સવારે નીજ મંદિર થી નીકળેલી રથયાત્રા અમદાવાદમાં અંદાજીત 22 કિ.મી.માર્ગ પર ફરીને સાંજે પરત ફરે છે.
ભગવાન ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા પર નીકળશે ત્યારે ભગવાનનું રક્ષણ અભેદ સુરક્ષા કવચ સાથે પોલીસ તંત્ર કરશે.અને રથયાત્રા ના રૂટ પર 14000 પોલીસકર્મી,મલ્ટી બેરલ લોન્ચર ઇન્સ્ટોલ કરાયેલા પોલીસ વાહનો,ઘોડે સવાર પોલીસ,ડોગ સ્ક્વોડ,ડ્રોન કેમેરા,300 સીસીટીવી કેમેરા લગાવામાં આવ્યા છે.