/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/maxresdefault-18.jpg)
નર્મદા નદીમાં બે મહિના પહેલા આવેલા પુરના કારણે
બેહાલ બનેલા ખેડૂતોના માથે હવે માવઠાએ કહેર વરસાવ્યો છે. પુરના નુકશાનની કળ વળી
નથી તેવામાં હવે કેળા, સીતાફળ
અને જમરૂખનું વાવેતર કરતાં ખેડૂતો પાયમાલીના આરે આવીને ઉભા છે.
ભરૂચ જિલ્લાના ખેડૂતોની ઘણા સમયથી માઠી દશા બેઠી હોય તેમ લાગી રહયું છે. છેલ્લા ચાર વર્ષથી ડેમમાંથી પાણી નહિ છોડાતાં ખારપાટ વધી જતાં ખેતી ચોપાટ થવાના આરે પહોંચી હતી. ચાર વર્ષ બાદ નર્મદા ડેમના દરવાજા ખોલી પાણી છોડતાં નદીમાં પુર આવ્યું અને પુરના પાણી અંકલેશ્વર તથા ભરૂચ તાલુકાના આસપાસના ગામોમાં ફરી વળ્યાં હતાં. ખેતરોમાં ભરાયેલા પાણી માંડ દુર થયાં છે તેવામાં ફરી કુદરત રિસાઇ હોય તેમ કમોસમી વરસાદ વરસી રહયો છે. માવઠાના કારણે અંકલેશ્વર તથા આસપાસના વિસ્તારમાં હજારો હેકટરમાં વાવેતર કરાયેલાં કેળા, ચીકુ અને જમરૂખના પાકને વ્યાપક નુકશાન થયું છે. એક પછી એક આવી રહેલી આફતોના કાારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે અને તેના હાલ બેહાલ બની ગયાં છે.