New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/14212824/maxresdefault-166.jpg)
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે ખેડૂતો અને લોકોની સમસ્યાઓને વાચા આપવા માટે ગુરૂવારના રોજ રેલી યોજી તંત્રવાહકોને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કેન્દ્રની તથા રાજ્યની ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિઓ અને સરેઆમ નિષ્ફળતાઓ, આર્થિક મંદી, બેરોજગારીમાં વિક્રમજનક વધારો, અતિવૃષ્ટિ કમોસમી વરસાદને કારણે ખેડુતોની આર્થિક બરબાદી, પાક વીમો ન મળવો, કાયદો વ્યવસ્થા પડી ભાંગવી સહીતની અનેક સમસ્યાઓનો દેશવાસીઓ સામનો કરી રહયાં છે.
સામાન્ય લોકો અને ખેડુતોની સમસ્યાની વાચા આપવા કોંગ્રેસ દ્વારા રાજયવ્યાપી કાર્યક્રમો આપવામાં આવી રહયાં છે. જેના ભાગરૂપે ભરૂચમાં પણ રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયાં હતાં.
Latest Stories