/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/08182442/maxresdefault-93.jpg)
ભરૂચ જિલ્લામાં પાવન સલિલા મા નર્મદાના કિનારે આવેલાં
શુકલતીર્થ ગામમાં કારતકી પુર્ણિમાનો ભાતીગળ મેળો ભરાય છે. અગિયારસની મેળાની શરૂઆત
થઇ જાય છે પણ પુનમના દિવસે માનવ મહેરામણ ઉમટી પડે છે. હાલ મેળાની તૈયારીઓને આખરી
ઓપ અપાઇ રહયો છે.
પાવન સલિલા મા નર્મદાના તટે શુકલતીર્થ ગામમાં
શુકલેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. ભગવાન શિવજીએ નર્મદા તટે શિવલિંગની
સ્થાપના કરી હોવાની વાયકા છે. દેવ ઉઠી અગિયારસથી કારતકી પુર્ણિમા સુધી મેળો ભરાય
છે. દેશભરમાંથી હજારો શ્રધ્ધાળુઓ શુકલેશ્વર મહાદેવના દર્શન માટે ઉમટી પડતાં હોય
છે. સુરત અને ભરૂચ જિલ્લાના કેટલાંક કુટુંબો પાંચ દિવસો દરમિયાન નદી કિનારાના
વિસ્તારોમાં તંબુઓ તૈયાર કરી વસવાટ કરતા હોય છે. ગ્રામ પંચાયત અને સ્થાનિક રહીશો
દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે ધાર્મિક સ્થાનોને સજાવવામાં આવ્યા
છે .મેળાના સ્થળે ખાધ સામગ્રી, ચગડોળ તેમજ અન્ય ચીજવસ્તુઓના સ્ટોલ તૈયાર કરી દેવામાં આવ્યા છે. પાંચ દિવસીય
યાત્રા માટે એસટી તંત્ર દ્વારા પણ ખાસ બસો દોડાવવામાં આવશે.