New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/17164919/maxresdefault-228.jpg)
રાજયમાં બિન સચિવાલય કલાર્કની ભરતી માટે લેવાયેલી પરીક્ષા રદ કરી દેવાતાં ભરૂચમાં એનએસયુઆઇના કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યકત કરી હતી.
રાજય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્કની ઓફીસ આસીસ્ટન્ટની ભરતી પરીક્ષા રદ કરી દેવામાં આવતાં એનએસયુઆઇ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. પરીક્ષા રદ કરવાની માંગણી સાથે ગાંધીનગરમાં પરીક્ષાર્થીઓના આંદોલનને કોંગ્રેસે ટેકો આપ્યો હતો. તપાસ સમિતિના રીપોર્ટ બાદ સરકારે પરીક્ષા રદ કરી હવે પછી નવેસરથી પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરી છે. બિન સચિવાલય ની પરીક્ષા રદ થતા NSUIના આંદોલનની જીતની ઉજવણીના ભાગ રૂપે ભરૂચની જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગેટ પર NSUI ના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.
Latest Stories