/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/13165059/maxresdefault-151.jpg)
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં ભરાયેલા
કારતકી પુર્ણિમાના મેળામાં અંતિમ દિવસે માનવ મહેરામણ ઉમટી પડયું હતું. અગિયારસથી
શરૂ થયેલા મેળામાં લાખો શ્રધ્ધાળુઓએ શુકલેશ્વર મહાદેવના દર્શનની સાથે નર્મદા
નદીમાં સ્નાનનો લ્હાવો લીધો હતો.
શુકલતીર્થ ગામમાં આવેલાં શુકલેશ્વર
મહાદેવના મંદિર ખાતે દર વર્ષે કારતકી પુર્ણિમાનો મેળો ભરાઇ છે. અગિયારસના દિવસથી
શરૂ થતો મેળો પુર્ણિમાના બીજા દિવસ સુધી ચાલતો હોય છે. બુધવારે મેળાના અંતિમ દિવસે
મેળામાં દેશભરમાંથી લોકો ઉમટી પડયાં હતાં. તેમણે શુકલેશ્વર મહાદેવના દર્શન કરી
ધન્યતા અનુભવી હતી જયારે નર્મદા નદીમાં ડુબકી લગાવી પુણ્યની પ્રાપ્તિ કરી હતી.
મેળામાં ઉભી કરાયેલી ચકડોળ સહિતના મનોરંજનના સાધનોનો પણ લોકોએ આનંદ ઉઠાવ્યો.
શુકલતીર્થ ગ્રામ પંચાયત તરફથી મેળામાં આવનારા શ્રધ્ધાળુઓ માટે સુવિધાઓ ઉભી કરાઇ
હતી. શાંતિપુર્ણ માહોલમાં મેળાની પુર્ણાહુતિ થઇ હતી.