/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-81.jpg)
શૈક્ષણિક કારકિર્દિના વિકાસમાં સોશ્યલ મિડિયા નો ઉપયોગ વિષયને અનુલક્ષી પ્રાધ્યાપકોને વિસ્તૃત છણાવટ સાથે સમજણ આપવામાં આવી.
ભરૂચ ભોલાવ સ્થીત લક્ષ્મીનારાયણ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા કોલેજના પ્રાધ્યાપકોનું જ્ઞાન વધે તે હેતુસર વિવિધ વ્યાખ્યાનમાળા યોજવામાં આવે છે. જેમાં આજે ડૉ. ખુશ્બુ પંડ્યા દ્વારા પ્રાધ્યાપકોને સોશ્યલ મિડિયાનો પ્રોફેશન કેરીયરમાં કેવી રીતે ઉપયોગ કરવો તે વિષય ઉપર વિસ્તૃત માહિતિ આપતું એક વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.
આ વ્યાખ્યાનમાં ડૉ.ખુશ્બુ પંડ્યા દ્વારા સોશ્યલ મિડિયાના વિવિધ પાસા જેવા કે બેઝીક ઓફ સોશ્યલ મિડિયા, તેના વિવિધ પ્લેટફોર્મ અને શૈક્ષણિક કારકિર્દિના વિકાસમાં સોશ્યલ મિડિયા નો ઉપયોગ વિષયને અનુલક્ષી પ્રાધ્યાપકોને વિસ્તૃત છણાવટ સાથે સમજણ આપવામાં આવી હતી. જેનો બહોળી સંખ્યામાં પ્રોફેસરોએ લાભ મેળવ્યો હતો. આ પ્રસંગે કોલેજના આચાર્યે ડો.ખુશ્બુ પંડ્યાને આવકારી પ્રાધ્યાપકોને વિસ્તૃત માહિતિ આપવા બદલ આભાર માન્યો હતો.