/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/WhatsApp-Image-2019-09-19-at-4.09.45-PM-1.jpeg)
ભરૂચ શહેરના લીંકરોડ પર આવેલ શ્રવણ વિદ્યાધામમાં ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે નેત્ર ચિકિત્સા કેમ્પ યોજવામાં આવ્યો હતો.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/09/WhatsApp-Image-2019-09-19-at-4.09.45-PM-1024x506.jpeg)
મોટાભાગે અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને આંખની તકલીફો જોવા મળતી હોય છે. પરંતુ વિદ્યાર્થીઓ આ અંગે અજાણ હોય છે. જેથી લાંબા ગાળે આંખોના નંબર વધી જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાતા હોય છે. ભરૂચ જાયન્ટસ ગૃપ દ્વારા વિદ્યાર્થીઓની આંખની તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની ડૉ. જહાન્વી પટેલ દ્વારા વિદ્યાર્થીઓની આંખની ચકાસણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જાયન્ટસ ગૃપના પ્રમુખ ગૌતમભાઇ મહેતા અને અન્ય સભ્યોએ સેવા આપી હતી.આ તકે શાળાના ટ્રસ્ટી વૈભવ બિનિવાલેએ જાયન્ટસ ગૃપનો આભાર માની આ સંસ્થા દ્વારા રક્તદાન, ચક્ષુદાન, વિવિધ અંગદાનથી અન્ય માનવીને નવું જીવન પ્રાપ્ત થાય તે માટે ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે તે માટે તેમને અભિનંદન પાઠવ્યા હતા.