ભરૂચ: સુણેવખુર્દ ખાતે કલા ઉત્સવ-૨૦૧૯ યોજાયો

New Update
ભરૂચ: સુણેવખુર્દ ખાતે કલા ઉત્સવ-૨૦૧૯ યોજાયો

સી.આર.સી - સુણેવખુર્દ ખાતે જી.સી.ઇ.આર.ટી- ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન - ભરૂચ આયોજિત સી.આર.સી કક્ષાના કલાઉત્સવ-૨૦૧૯ પ્રાથમિક શાળા સુણેવખુર્દ ,તા. હાંસોટ, જિ.ભરૂચ ખાતે યોજવામાં આવ્યો.

જેમાં હાંસોટ તાલુકાના બી.આર.સી. કો.ઓડીનેટર હિતેન્દ્રભાઇ બી.પટેલ, તાલુકા ધટક સંધના પ્રમુખ દિપકભાઇ જી.પટેલ, સી.આર.સી.કો.ઓડીનેટર અશોકકુમાર જે.પટેલ, રીસોર્સ ટીચર્સ મીતેષભાઇ પટેલ, સુણેવખુર્દ કલ્સટરના કન્વીનર મીનલબેન ઓડ, ઇલાવ ગૃપના ગૃપાચાર્ય દિપકભાઇ સોલંકી તેમજ સુણેવખુર્દ કલ્સટરના માર્ગદર્શક શિક્ષકગણ અને વિવિધ સ્પર્ધા જેવી કે ચિત્ર સ્પર્ધા, કાવ્યલેખન, નિબંધ લેખન, વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર બાળકો, એસએમસી સભ્યો તેમજ ગામ આગેવાનો ઉપસ્થિત રહી બાળકોને આર્શીવચન પાઠવ્યા હતા. સ્પર્ધામાં પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબરે આવનાર બાળકોને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સી.આર.સી કક્ષાના કલા ઉત્સવ -૨૦૧૯ સફળ બનાવવા બદલ સી.આર.સી. કો.ઓડીનેટર અશોકકુમાર જે.પટેલે તમામનો આભાર વ્યકત કર્યો હતો.

Latest Stories