ભરૂચમાં “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત ભાવના બી. દેસાઈ, નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ, ભરૂચના માર્ગદર્શન હેઠળ ઝાડેશ્વર સ્થિત મનન આશ્રમ પાસે નર્મદા નદીના કિનારે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.અભિયાન દરમિયાન નર્મદા નદીના કિનારા તેમજ આસપાસના વિસ્તારોમાંથી પ્લાસ્ટિક, સૂકો કચરો અને અન્ય બિનજરૂરી સામગ્રી દૂર કરી સ્વચ્છતા જાળવવા માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વચ્છતા તથા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.“સ્વચ્છતા એ સૌની જવાબદારી છે” એવા સંદેશ સાથે સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

આ અભિયાન દ્વારા પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં મદદનીશ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ, ભરૂચ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમજ તમામ ફિલ્ડ સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.