ભરૂચ : સ્વ. રાજીવ ગાંધીની ૭૫મી જન્મ જયંતિ નિમિત્તે વકતૃત્વ સ્પર્ધા

New Update
ભરૂચ : સ્વ. રાજીવ ગાંધીની ૭૫મી જન્મ જયંતિ નિમિત્તે વકતૃત્વ સ્પર્ધા

૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા અને કોમ્પ્યુટર યુગના પ્રણેતા સ્વર્ગીય રાજીવ ગાંધીની ૭૫મી જન્મ જયંતિ નિમિતે દેશભરમાં કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના પુર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીએ યુવાઓને 18 વર્ષની વયે મતાધિકાર આપવા સહિતના અનેક મહત્વપુર્ણ નિર્ણયો લીધા હતાં. તેમણે ભારત ૨૧મી સદીમાં દુનિયા સાથે ખભાથી ખભો મલાવી શકે તે માટેના પ્રયાસો કર્યા હતાં.

આજે દેશ કોપ્યુટર ક્ષેત્રે આગળ આવ્યો છે તે પણ રાજીવ ગાંધીની દેન અને પ્રયત્નો હતા. સ્વ. રાજીવ ગાંધી લોકો માટે પ્રેરણારૂપ આદર્શ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ હતાં. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ. રાજીવ ગાંધીની ૭૫મી જન્મ જયંતિ નિમિતે “૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા-રાજીવ ગાંધી” અને “મહાત્મા ગાંધી-સત્ય અને અહિંસા” વિષય ઉપર ઝાડેશ્વર સ્થિત તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, યુવક કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ, પ્રવકતા નાઝૂ ફડવાલા સહિત મોટી સંખ્યામાં હોદેદારો હાજર રહયાં હતાં.

Latest Stories