ભરૂચઃ દિશા ફાઉન્ડેશન દ્વારા અનોખી રીતે દિવાળીની ઉજવણી

New Update
ભરૂચઃ દિશા ફાઉન્ડેશન દ્વારા અનોખી રીતે દિવાળીની ઉજવણી

શહેરનાં જરૂપિયાતમંદ ભૂખ્યાજનોને પીરસ્યું ભોજન અને ફોડ્યા ફટાકડા

ભરૂચ સહિત જિલ્લાભરમાં દિવાળી ઉલ્લાસભેર ઉજવણી કરવાની સાથે નવા વર્ષને વધાવવા અનેસ સામાજિક સંસ્થાઓ દ્વારા અલગ અલગ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દિક્ષા ફાઉન્ડેશન દ્વારા ભરૂચ શહેરમાં વસતા ગરબી અને જરૂરિયાતમંદ લોકો સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ તબક્કે જરૂરિયાતમંદ લોકોને ભોજન પીરસવામાં આવ્યું હતું. ગરીબો સાથે ફટાકડા ફોડી દિવાળી ઉત્સવ મનાવ્યો હતો. તો ભોજનનો લાભ લેનાર લોકોએ દિશા ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો.