ભરૂચમાં ખનીજ ચોરી કરતાં ઇસમો સામે કડક કાર્યવાહી કરાશે : કલેકટર ડો. એમ.ડી.મોડીયા

New Update
ભરૂચમાં ખનીજ ચોરી કરતાં ઇસમો સામે કડક કાર્યવાહી કરાશે : કલેકટર ડો. એમ.ડી.મોડીયા

ગેરકાયદેસર ખનીજ ચોરી માટે કલેકટર કચેરી ધ્વારા ૨૫ ટ્રકોને ડીટેઇન કરવામાં આવી.

ભરૂચ જિલ્લામાં  ખનીજ ચોરીની ફરિયાદ મળતાં જિલ્લા કલેકટર ડો. એમ.ડી.મોડીયા

દ્વારા ગત રાત્રે નાયબ કલેકટર -ભરૂચ, નાયબ કલેકટર- અંકલેશ્વર, નાયબ કલેકટર - ઝધડીઆ અને નાયબ કલેકટર- જંબુસર એમ પાંચ સભ્યોની ટીમ બનાવી

જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર ત્રાટકી હતી.

publive-image

આ ટીમો દ્વારા રાત્રે તરસાલી - પાણેથા ખાતેથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતાં ૧૭

ટ્રકોને ડીટેઇન કરવામાં આવેલ છે. ખનીજ ચોરીની તપાસ પણ કરવામાં આવી રહેલ છે. તેજ

રીતે શુકલતીર્થ ખાતેથી પણ ખનીજ ચોરી કરતી ૮ ટ્રકોને ડેટીઇન કરવામાં આવેલ છે. આમ

કુલ ૨૫ ટ્રકોને ડીટેઇન કરવામાં આવી છે.

publive-image

ગેરકાયદેસર ચાલતા ખનન માટે તરસાલી ખાતે તપાસની કાર્યવાહી ચાલુ છે. ખનીજ ચોરી

કરતાં ઇસમો સામે કડક કાર્યવાહી કરવા કલેકટર કચેરીનું તંત્ર અને ભૂસ્તરશાસ્ત્રી

શાખા દ્વારા કામગીરી કરવામાં આવી રહેલ છે.

Latest Stories