ભરૂચમાં રૂકમણી દેવી વિદ્યાલય ખાતે જિલ્લાકક્ષાના કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણી સાથે જિલ્લાભરમાં થયેલો પ્રારંભ

New Update
ભરૂચમાં રૂકમણી દેવી વિદ્યાલય ખાતે જિલ્લાકક્ષાના કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણી સાથે જિલ્લાભરમાં થયેલો પ્રારંભ

પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભરૂચ જિલ્લાની તમામ માધ્યમિક - ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણીનો ભરૂચમાં રૂકમણીદેવી રૂંગટા વિદ્યાલય ખાતેથી જિલ્લા શિક્ષણાધિકારી એન. એમ. મહેતા, રોજગાર અધિકારી મિનાક્ષી ચૌહાણ, રોજગાર અધિકારી એ.આર.સોલંકી, આઈ.ટી.આઈ. અંકલેશ્વરના રાવલ, રૂકમણીદેવી વિદ્યાલયના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષિકા ઉલ્લાસબેન મોદી, માહિતી ખાતાના ચંદ્રકાન્તભાઈ સોની અને જનશિક્ષણ સંસ્થાના ડાયરેક્ટર જયનુલ સૈયદ સહિત વિવિધ શાળાના કેરીયર કોર્નરના શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.

publive-image

જિલ્લા રોજગાર કચેરી - ભરૂચ, શિક્ષણાધિકારી કચેરી તેમજ જિલ્લા માહિતી કચેરી - ભરૂચના સંયુક્ત ઉપક્રમે યોજાનારા કારકિર્દી આયોજન સપ્તાહ તા.૨૩/૦૯/૨૦૧૯ થી તા.૨૮/૦૯/૨૦૧૯ દરમિયાન જિલ્લાની કેરીયર કોર્નર હેઠળની દરેક સ્કુલોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી ઉજવણી કરવામાં આવશે. કાર્યક્રમનું દિપપ્રગટાવી કારકિર્દી આયોજન સપ્તાહ ઉજવણી કાર્યક્રમને ખુલ્લો મુકતાં જિલ્લા શિક્ષાધિકારી એન.એમ.મહેતાએ જણાવ્યું હતું કે, સરકાર ધ્વારા કારકિર્દી આયોજન સપ્તાહના ભાગરૂપે જરૂરી માર્ગદર્શન શિબિર યોજી વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી ઘડતરમાં યોગ્ય માર્ગદર્શન મળી રહેવાને કારણે તેમની ઘણી મૂઝવણો દૂર થાય છે. તેમણે પ્રવર્તમાન સમયને અનુરૂપ બાળકોને જીવન ઘડતરને કારકિર્દી થકી આગળ વધવાની પ્રેરણા આપી હતી.

publive-image

જિલ્લા રોજગાર અધિકારી મિનાક્ષીબેન ચૌહાણે કારકિર્દી ઘડતર માટે દરેક વિદ્યાર્થીએ પોતાના ધ્યેય નક્કી કરવું જોઈએ. શાળા જીવન દરમિયાન જ વિદ્યાર્થીઓએ જીવનનું ધ્યેય નક્કી કરી શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર કરવાની સાથે શિક્ષકોનું માર્ગદર્શન મેળવી તેમાં કુશળતા હાંસલ કરવાની હિમાયત કરી હતી. જનશિક્ષણ સંસ્થાના ડાયરેક્ટર જયનુલ સૈયદ તથા શ્રી રૂકમણીદેવી વિદ્યાલયના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષિકા ઉલ્લાસબેન મોદીએ પ્રાસંગિક ઉદબોધન ધ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. માહિતી વિભાગ ધ્વારા પ્રકાશિત થતાં ગુજરાત રોજગાર સમાચાર તેમજ ગુજરાત પાક્ષિક વિદ્યાર્થીઓની શ્રેષ્ઠ કારકિર્દી ઘડતરમાં ખુબ જ ઉપયોગી મળી રહે છે તેની પણ સમજ આપવમાં આવી હતી. રોજગાર અધિકારી એ.આઈ.સોલંકીએ સ્વાગત પ્રવચન ધ્વારા કારકિર્દી આયોજન સપ્તાહ ઉજવણીની વિગતે જાણકારી આપી હતી.

આ પ્રસંગે શાળાના આચાર્ય, મદદનીશ શિક્ષક નિરીક્ષક જીજ્ઞેશભાઈ પટેલ, એમ.સી.સી.ના જીજ્ઞેશભાઈ રાણા. પીન્ટુભાઈ રબારી, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories