/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/06/unnamed-10-1.jpg)
રોજની જેમ અમે સોસાયટીના બંધ મકાનના ઓટલે બેઠા હતાં. એક સ્કૂટર આવ્યું. અમે બેઠા હતા ત્યાં જ પાર્ક થયું.
“ભાઈ, ખુશાલભાઈ ક્યાં છે ?”
“શું કામ છે ? ખુશાલભાઈનું ?”
“ભાઈને કંકોત્રી આપવાની છે, ભાઈ !” સ્કૂટર ચાલક બોલ્યો.
“મને આપી દે”... પહોંચી જશે.”
“ક્યારે લગ્ન છે ? એકવીસમી મે. એ ભાઈ.”
સ્કુટર ચાલકે ડીકી ખોલી કંકોત્રીઓનો થોકડો કાઢ્યો. અમારામાંથી જે ભાઈ બોલ્યા હતા કે મને આપી દે એમની તરફ ધર્યો.
લેમ્પ પોસ્ટમાં લાઈટમાં એમનો ચહેરો જોઈ બોલ્યો,
“ભાઈ ! આપણે મળી ચૂક્યા છીએ. તમારું નામ ભૂલી ગયો છું, ભાઈ !”
“અક્ષ્રર”
“યાદ આવી ગયું. બહુ દિવસ પછી મળ્યાને” એટલે ભૂલી ગયો.”
ભાઈ ! તમે પણ જરૂર આવજો.
ભાઈ સાથે એકવાર મારી મોબાઈલ પર વાત કરાવી દો’ને ભાઈ!”
“લો ! વાત કરી લો !”
ભાઈ ! એન્ગેજડ આવે છે !”
“જો સામેથી વ્હાઈટ સ્કુટર આવે છે ને” એ ભાઈનું જ છે. ભાઈએ ઓટલા પાસે આવતા પહેલા સ્કૂટરની ચાવી બંધ કરી, લાઈટ ઓફ થઇ.
સ્કુટર પાર્ક કરી બોલ્યા, “ઓહ હુસેન, તું ક્યાંથી ભૂલો પડ્યો ?”
“ભાઈ ! આપણા લગન છે, કંકોત્રી આપવા આવ્યો છું .”
એકવીસમી મે, રવિવારે તમારે અને અક્ષરે જરૂર આવવાનું છે.
“ તે કંઈ કંકોત્રી બંકોત્રી છપાવી છે કે નહિ?”
ભાઈ ! એજ આપવા આવ્યો છું, મને એટલી ચોક્કસ ખબર કે ભાઈ ! સોસાયટીના ઓટલે તો મળે જ!
ઓહ! અક્ષરભાઈ આ કંકોત્રીઓમાંથી ભાઈના નામની કંકોત્રી શોધી નાંખોને!
મને વાંચતા આવડતું નથી !
ભાઈ હુસેન મહિનાના વીસ હજાર પેદા કરે છે.
જય હો! વિદ્યા સહાયકો - સાક્ષરતા અભિયાન.
(અક્ષરસ: સત્યઘટના. પાત્રોના નામ બદલ્યા છે)