/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/06/bjp-logo.jpg.image_.784.410.jpg)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમત મળતા હવે નવા મુખ્યમંત્રી માટેની પાર્ટીએ કવાયત શરુ કરી છે, અને શુક્રવારનાં રોજ બપોરે 3.30 વાગ્યે કોબા ખાતેનાં ભાજપનાં પ્રદેશ કાર્યાલયમાં ભાજપનાં ચૂંટાયેલા ધારાસભ્યોની મહત્ત્વની બેઠક મળશે. જેમાં ગુજરાતનાં નવા મુખ્યમંત્રી કોને બનાવવા તેની લાંબી ચર્ચા વિચારણા કરાયા બાદ નિર્ણય લેવાશે.
ભાજપનાં દિલ્હીથી બે કેન્દ્રીય ઓબ્ઝર્વરો નાણામંત્રી અરૃણ જેટલી અને સરોજ પાન્ડે પણ આ બેઠકમાં ખાસ હાજરી આપશે. સૂત્રો જણાવે છે કે હાલનાં મુખ્યમંત્રી વિજય રૃપાણીની જ ફરીથી પસંદગી કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.
સોમવારે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું હતું. જેમાં ભાજપને 99 બેઠકો મળતા તેમનો સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આમ તો ચૂંટણી સમયે જ ભાજપનાં મોવડીમંડળ દ્વારા જાહેર કરાયું હતું કે સમગ્ર ચૂંટણી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના વડપણ હેઠળ લડાશે.