ભારત જીતની હેટ્રિક સાથે એશિયા કપની ક્વાર્ટર ફાઈનલમાં

ભારત જીતની હેટ્રિક સાથે એશિયા કપની  ક્વાર્ટર ફાઈનલમાં
New Update

ભારતની મહિલા હોકી ટીમે એશિયા કપમાં જીતનો સિલસિલો જારી રાખતા મલેશિયાને 2 - ૦ થી પરાજય આપ્યો હતો. આ સાથે સુશીલા ચાનુની આગેવાની હેઠળની ભારતીય મહિલા હોકી ટીમે જીતની હેટ્રિક સર્જવાની સાથે પૂલ-એમાં ત્રણેય મેચ જીતીને ટોચનો ક્રમ મેળવ્યો હતો.

ભારતે આ સાથે ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતુ, જ્યાં તેમનો મુકાબલો પૂલ-બીમાં છેક છેલ્લા ક્રમે રહેનારા કઝાકિસ્તાન સામે થશે. ભારત અને કઝાકિસ્તાન વચ્ચેની ક્વાર્ટર ફાઈનલ તારીખ બે નવેમ્બરને ગુરુવારે રમાશે.

મલેશિયા સામેના મુકાબલામાં ભારતીય મહિલા હોકી ખેલાડીઓએ શરૃઆતથી જ આક્રમકતા દાખવી હતી. જોકે મલેશિયાના ડિફેન્સે ભારતને સરસાઈ મેળવતું અટકાવ્યું હતુ. બંને ટીમો વચ્ચે ભારે રસપ્રદ મુકાબલો ખેલાયો હતો અને શરૃઆતના બંને ક્વાર્ટરમાં કોઈ ગોલ નોંધાયો નહતો. જોકે મેચની 54મી મિનિટે વંદના કટારિયાએ ભારતને સરસાઈ અપાવતા મહત્વનો ગોલ ફટકાર્યો હતો. આ પછીની મિનિટે જ ગુરજીત કૌરે ગોલ ફટકારીને ભારતની સરસાઈને 2 - 0 કરી દીધી હતી.જે આખરે વિજયી સાબિત થઈ હતી.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article