ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીએ 200 વિકેટ ઝડપી 

ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીએ 200 વિકેટ ઝડપી 
New Update

ભારતની મહિલા ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ વધુ એક સિદ્ધિનું શિખર સર કરતા આંતરરાષ્ટ્રીય વિમેન્સ વન ડે ક્રિકેટમાં 200 વિકેટ ઝડપનારી સૌપ્રથમ મહિલા ખેલાડી તરીકેનો રેકોર્ડ નોંધાવ્યો હતો.

ઝુલને સાઉથ આફ્રિકા સામેની આઇસીસી વિમેન્સ ચેમ્પિયનશીપની બીજી વન ડેમાં સાઉથ આફ્રિકાની લૌરા વોલ્વાર્ટની વિકેટ ઝડપીને વિમેન્સ ક્રિકેટમાં અનોખો માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. ઝુલન ગોસ્વામીએ કારકિર્દીની 166મી વન ડે રમતા 200 વિકેટ ઝડપવામાં સફળતા મેળવી હતી.

ભારતે બીજી વન ડેમાં પણ જીતનો તખ્તો તૈયાર કરતા યજમાન સાઉથ આફ્રિકાને 302 રનનો વિશાળ પડકાર આપ્યો હતો. નોંધપાત્ર છે કે, પ્રથમ વન ડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 88 રનથી હાર આપી હતી. આ ચેમ્પિયનશીપમાં બંને ટીમોને 2021માં વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મેળવવાની તક મળી છે.

ભારતની મહિલા ટીમે ત્રણ વિકેટે 302 રન ખડક્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકા 124માં ખખડી જતા ભારતનો 178 રનથી વિજય થયો હતો અને ભારતે આ સાથે ત્રણ વન ડેની શ્રેણીમાં 2-0થી અજેય સરસાઈ મેળવી હતી.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article