ભાવનગર : અસામાજીક તત્વોએ શીપબ્રેકરના વ્યવસાયીને ફટકાર્યો, જુઓ પછી શું થયું

New Update
ભાવનગર : અસામાજીક તત્વોએ શીપબ્રેકરના વ્યવસાયીને ફટકાર્યો, જુઓ પછી શું થયું

ભાવનગરમાં

શીપ બ્રેકીંગના વ્યવસાયકાર ઉપર અસામાજીક તત્વોએ કરેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાતો

પડયાં છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે શહેરમાં વિશાળ રેલી

કાઢવામાં આવી હતી. ભાવનગરવાસીઓએ કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે

રોષ વ્યકત કર્યો છે. 

ભાવનગર

જિલ્લાના અલંગ ખાતે શીપ બ્રેકિંગના વ્યવસાય સાથે સંકળાયેલાં બટુકભાઇ માંગુકીયા

તેમની કારમાં બુધેલ ગામ નજીકથી પસાર થઇ રહયાં હતાં. તે વેળા ઓવરટેક કરવાની સામાન્ય

બાબતમાં અન્ય કાર ચાલકોએ તેમની કાર અટકાવી હતી. કારમાંથી ઉતરેલા યુવાનોએ બટુકભાઇ

તથા તેમના ડ્રાયવર પર હુમલો કર્યો હતો. આ સમયે અલંગ એસોસીએશના ના પૂર્વ પ્રમુખ

જીવરાજ પટેલ અને મુકેશ માંગુકીયાએ ઘટનાને નિહાળી વચ્ચે પડતાં તેમને પણ માર

મારવામાં આવ્યો હતો. .શિપબ્રેકરો પર હુમલાની ઘટનાના જાણ થતાં ઉદ્યોગ આલમમાં તેના

ઘેરા પ્રત્યાઘાતો પડયાં હતાં. ઘટનાના વિરોધમાં વિવિધ એસોસીએશન તરફથી ગુરૂવારના રોજ

ભાવનગર  શહેરના

રૂપાણી સર્કલ સ્થિત અલંગ શીપ બ્રેકીંગ એસોસીએશનની કચેરી ખાતેથી ગુરૂવારે વિશાળ

રેલી યોજી હતી. અસામાજીક તત્વોને ઝડપી પાડી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે

તેવી માંગણી કરી છે. અસામાજીક તત્વો સામે કાર્યવાહી નહિ થાય તો આગામી દિવસોમાં

ભાવનગર અને અલંગમાં વ્યવસાયો બંધ રાખવાની પણ ચીમકી આપવામાં આવી છે.

Latest Stories