/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/08205752/maxresdefault-98.jpg)
ભાવનગર કોરોનાનાં વધી રહેલા કેસનાં પગલે રાજ્ય સરકાર ચિંતીત છે ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાવનગર આવી પહોંચ્યા હતાં. સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેમાં ભાવનગર પણ પાછળ નથી. સુરત, અમદાવાદ બાદ ભાવનગર આવી મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોનાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ભાવનગર શહેરના એરપોર્ટ ખાતે સવારે ૧૦.૩૦ કલાકે આવી પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી સીધા જ જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા. જ્યા જિલ્લા કલેકટર કચેરીના આવેલ આયોજન હોલ ખાતે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, મહાપાલિકાના કમિશનર સહિતના અધિકારી-કર્મચારીઓ સાથે બેઠક કરી અને કોરોનાના કેસની આંકડાકીય માહિતી, કોરોના અંગે થતી કામગીરી, કોરોનાને અટકાવવા શું પગલા લેવા ?, ટેસ્ટ કેટલા કરવામાં આવે છે ?, હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા શુ છે ? તે સહિતની માહિતી મેળવી હતી. આ ઉપરાંત બેઠક દરમિયાન અધિકારી-કર્મચારીઓને મુખ્યમંત્રી માર્ગદર્શન પૂરું પડ્યું હતું. તેમ જરૂરી સૂચનાઓ ભાવનગર વહીવટી તંત્રને આપવામાં આવી હતી. આ રીવ્યુ બેઠક દોઢ-બે કલાક ચાલી હતી અને આ બેઠક પૂર્ણ થયા બાદ આ સંદભે મુખ્યમંત્રીએ પત્રકાર પરીષદમાં માહિતી આપી હતી. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં કોરોનાના ટેસ્ટ વધારવા માટે સુચના આપી છે તેમજ જયાં પોઝીટીવ કેસ આવે છે તેવા વિસ્તારોમાં વધુમાં વધુ ટેસ્ટ કરવા જણાવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને વધુ સારી સુવિધા મળી રહે તે જોવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.