ભાવનગર : દુષ્કર્મીઓને ગોળીથી વિંધી નાખનાર હૈદરાબાદ પોલીસને એક લાખ રૂા.નું ઇનામ

New Update
ભાવનગર : દુષ્કર્મીઓને ગોળીથી વિંધી નાખનાર હૈદરાબાદ પોલીસને એક લાખ રૂા.નું ઇનામ

હૈદરાબાદમાં

દુષ્કર્મના  ચારેય

આરોપીઓનું પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરી ઠાર કરતાં પોલીસની કામગીરીને બિરદાવી

સૌરાષ્ટ્રના મહુવાના એક ઉદ્યોગકારે હૈદરાબાદ પોલીસને ૧ લાખ રૂપિયાનું ઈનામ જાહેર

કર્યું છે.

હૈદરાબાદમાં

દુષ્કર્મ અને હત્યાના આરોપીઓને સખત સજાની માંગણીઓ સાથે દેશભરમાં ઉગ્ર આંદોલન

કરવામાં આવ્યા હતા. હૈદરાબાદ પોલીસ  ચારેય આરોપીઓને ગુનાનો ઘટનાક્રમ જાણવા

માટે તપાસના ભાગરૂપે ઘટના સ્થળે લઈ ગયા હતા. તે દરમ્યાન આરોપીઓએ ત્યાંથી ભાગવા

માટે પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસે તેમને વળતાં જવાબમાં ગોળી મારી ઠાર કરી

દીધા હતા. આ બનાવની જાણ થતાં દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દેશવાસીઓએ

હૈદરાબાદ પોલીસની કામગીરીને વધાવી હતી, ત્યારે સૌરાષ્ટ્રના મહુવા ખાતે રહેતા

રાજભા નામના એક ઉદ્યોગપતિએ હૈદરાબાદ પોલીસને રૂપિયા ૧ લાખનું ઇનામ આપવાનું જાહેર

કર્યું હતું. આ રોકડ રકમને સમગ્ર ગુજરાત જન તરફથી હૈદરાબાદ પોલીસને મોકલવામાં

આવશે.

Latest Stories