ભાવનગર મનપાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીફના મુદે કડક વલણ દાખવી ૨૦ દુકાનો ઓફીસોને સીલ માર્યા.
ગુજરાતમાં હોસ્પિટલોમાં આગના બનાવ બાદ ભાવનગર ફાયર વિભાગ એક્શન મોર્ડમાં કામ કરતું જોવા મળેલ છે. હોસ્ટેલ અને હોસ્પિટલોને સીલ માર્યા બાદ આજે ભાવનગર રામમંત્ર મદિર નજીક આવેલ સુમંત્ર કોપ્લેક્ષમાં દવે મીઠાઈ , ગોપાલ કેક શોપ , સોલંકી ડેન્ટલ લેબ , સિધ્ધી વિનાયક ડેન્ટલ લેબ , એલ.એ.બી.ઝેડ . આઇ , લક્ષચ કેરીયથર , મણીપુરમ , આસ્થા સોલ્યુશન , વલભભાઇ હીરાનું કારખાનું , શૈલેષભાઈ ઈટાલીયા હીરાનું કારખાનું , મનજીભાઇ હીરાનું કારખાનું , સેરાજેમ થોરાપી સેન્ટર , લક્ષ્ય કેરીયર પાછળનો ભાગ , શ્રી સરસ્વતી ઇન્ટીટયુટ , નીકોટીસ મેટીકેમેન્ટ , જનકાર મ્યુઝીક કલાસીસ , મા ભવાની સર્વિસ સેન્ટર , જી -૯ કાપડ શોપ , જી -૧૧ શોપ આજે મનપાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીફના મુદે એક સાથે ૨૦ હીરાના કારખાનાઓ , દવાખાનાઓ , ઓફીસો , દુકાનોને સીલ મારતા જે સમાચાર વાયુવેગે શહેરમાં પ્રસરતા , ફાયર સેફટીની સુવિધા નહીં ધરાવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અત્રે ઉલખનિયા છેકે હજી ભાવનગરમાં ઘણા કોમ્પલેક્ષમાં ફાયર સેફટીના અભાવો છે ત્યારે ફાયર વિભાગ દ્વારા કેવા પગલાં લેવામાં આવશે તે જોવાનું રહીયું