ભાવનગર : રોપેક્ષ સર્વિસથી સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચે વેપાર વધશે, જુઓ શું કહી રહયાં છે આગેવાનો અને સ્થાનિકો

ભાવનગર :  રોપેક્ષ સર્વિસથી સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચે વેપાર વધશે, જુઓ શું કહી રહયાં છે આગેવાનો અને સ્થાનિકો
New Update

સૌરાષ્ટ્રવાસીઓ સહિત દક્ષિણ ગુજરાતના લોકોને મળી દિવાળી ની ભેટ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોઘા હજીરા રો પેક્સ ફેરી સર્વિસનો વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું.જે 370 કિલ્લોમીટર ની રોડ માર્ગ ની જગ્યાએ માત્ર 90 કિલ્લોમીટરની મુસાફરીથી પૂર્ણ થશે

ઘોઘા હજીરા રોપેક્ષ સેવા નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હજીરા થી ઇ-વર્ચ્યુઅલ લોકાર્પણ કરી રો-પેક્સ ને પ્રસ્થાન કરાવ્યું, જેને લઈને ભાવનગરના ઘોઘા ખાતે સ્વાગત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણમણત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરી દવે, સંસદ સભ્ય ભારતીબેન શિયાળ સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા છે,અત્રે ઉલ્લેખનીય છેકે  ઘોઘા રૉરો ફેરી નું અત્યાર સુધીમાં લોકાર્પણ અને ખાતર્મુહતના 3 વખત કાર્યક્રમો યોજાઈ ચુક્યા છે આ ફેરી ને નડી રહી છે ડ્રેજિંગ ની સમસ્યા જેને કારણે ઘોઘા દહેજ ફેરી બન્ધ કરી હવે ઘોઘા હજીરા શરૂ કરવામાં આવી રહી છે.

રો-પેક્સ સેવાથી સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે અવર જવર સસ્તી અને સુગમ બનશે. જેથી સુરતના ધંધા-ઉદ્યોગોનો લાભ સૌરાષ્ટ્રને મળતા સૌરાષ્ટ્રના જીલ્લાઓ આર્થિક રીતે મજબૂત બનશે તથા ધંધા-રોજગારીની નવી તકો ઉભી થશે. રો-પેક્સને કારણે સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ પહોચવું સરળ બનતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગો દ્વારા તૈયાર કરાતો માલ ઝડપી અને સસ્તા ભાવે સુરત અને ત્યાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં પહોચાડી શકાશે જેથી સૌરાષ્ટ્રને રો-પેક્સ થકી એક મોટું બજાર મળશે. આમ, રો-પેક્સ સેવા એ માત્ર પરિવહન સેવા ન બની રહેતા સૌરાષ્ટ્ર અને સુરતના લોકો માટે સમૃદ્ધિની ચાવી સાબિત થશે.

#Bhavnagar #pmo india #Bhavnagar Ropex Ferry #Ropex Ferry #Ropex Ferry Service #RORO Ferry
Here are a few more articles:
Read the Next Article