/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/maxresdefault-15.jpg)
ભાવનગરના માર્કેટીંગ યાર્ડમાં લીંબુની હરાજીમાં વિલંબ
થતાં રોષે ભરાયેલાં ખેડૂતોએ ચકકાજામ કરી દેતાં દોડધામ મચી હતી.
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લીંબુની હરાજીનો થતા
લીંબુનું ઉત્પાદન કરતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો. તેમણે માર્કેટિંગ યાર્ડના બન્ને ગેટ બંધ કરી ચક્કાજામ કરી
દીધો હતો. માર્કેટ યાર્ડમાં દરરોજ સવારે 7 વાગ્યે હરાજી શરૂ થતી હોય છે પણ આજે 10 વાગ્યા સુધી હરાજી શરૂ કરવામાં આવી ન હતી. રોષે
ભરાયેલા ખેડૂતોએ હરાજી અટકાવી દીધી હતી. ચકકાજામના પગલે માર્કેટિંગ યાર્ડમાં આવેલા વેપારીઓ ફસાઈ ગયાં. ઘટનાની
જાણ થતાં પોલીસ કાફલો અને યાર્ડના ચેરમેન સહિતના આગેવાનો દોડી આવ્યાં અને ખેડૂતોને
સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સમજાવટ બાદ દરવાજા ખોલાયાં હતાં. બીજી તરફ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની સંખ્યામાં વધારો થતો હોવા છતાં તેની સામે સુવિધાઓ ઓછી
છે. હાલ મહા વાવાઝોડાની અસર સમગ્ર પંથકમાં વર્તાઇ રહી છે. માર્કેટિંગ યાર્ડના સંચાલકોએ લીંબુના શેડમાં મગફળી અને કપાસ ના શેડમાં પણ મગફળી
મુકી દીધી છે. કપાસ અને લીંબુનો પાક વરસાદમાં પલળવા લાગતાં પણ ખેડૂતોએ પિત્તો
ગુમાવ્યો હતો.