New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/17153259/EMuuWSMX.jpg)
ભાવનગરમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએશન પૂરું થાય તેવો નિર્ણય લેવા NSUI દ્વારા આવેદન આપીને કુલપતિને રજૂઆત કરવામાં આવી છે. ભાવનગર યુનિવર્સિટીમાં 2012 થી 2019 સુધી અનેક વિદ્યાર્થીઓને એક કે બે વિષયમાં એટીકેટી કે ફેલ થયા હોવાથી તેમનું ગ્રેજ્યુએશન પૂરું થતું નથી અને બીજી બાજુ સરકાર પ્રૌઢ શિક્ષણને એકબાજુ રાખીને સ્પામ પીડિયળના નામે અટકાવવામાં આવે છે. જેના લીધે વિદ્યાર્થીઓના ભવિષ્ય બગડે છે. તેના પર ધ્યાન આપી યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવા હેતુસર NSUI દ્વારા કુલસચિવ એલ.કે.ભટ્ટને આગામી દિવસમાં યોગ્ય પગલાં લેવા આવેદન પાઠવ્યું હતું. સાથોસાથ જો વિદ્યાર્થીના આ પ્રશ્નોને હાલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી આપવામાં આવી હતી.
Latest Stories