/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/05/NargisImage.jpeg)
મહેબૂબ ખાનની 1957માં આવેલી ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ની હિરોઇન નરગીસનું આજના દિવસે નિધન થયું હતું. આ ફિલ્મમાં નરગીસના અભિનયના ખૂબ જ વખાણ થયા હતા.તેમજ ફિલ્મે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નામના મેળવી હતી.
ફિલ્મ ‘મધર ઇન્ડિયા’માં પ્રથમવાર ભારતીય મહિલાને એટલી શસક્ત બતાવવામાં આવી હતી. ગામડાની મહિલાના રોલમાં નરગીસે પ્રાણ પુરી દીધો હતો.( નરગીસ શહેરી યુવતીનું પાત્ર જેટલી સરળતાથી નિભાવતા હતા તેટલી જ સરળતાથી ગામડાની ગોરીનું પાત્ર પણ ભજવતા હતા.)
નરગીસનો જન્મ 1 જૂન, 1929માં થયો હતો. નરગીસનું મૂળ નામ ફાતિમા રશીદ હતું. નરગીસે પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત 1935માં ‘તલાશ-એ-હક’માં બાળ કલાકાર તરીકે કરી હતી. પરંતુ હીરોઇન તરીકે તે 1942માં ‘તકદીર ’ ફિલ્મમાં ચમકી હતી. ત્યારબાદ નરગીસે ઘણી ફિલ્મોમાં સફળતા મેળવી હતી.
નરગીસે અજન્ટા આર્ટસ કલ્ચરલ નામની મંડળીની સ્થાપના કરી હતી. જે સરહદી વિસ્તારોમાં જાણીતા એક્ટર્સ અને સિંગર્સ માટે સ્ટેજ શોનું આયોજન કરતી હતી. નરગીસ સામાજીક કાર્યમાં પણ સક્રિય હતા. 1980માં નરગીસનું રાજ્યસભામાં પણ નોમિનેશન થયું હતું.
ફિલ્મ ‘રાત ઔર દિન’ માટે નરગીસને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરષ્કાર મળ્યો હતો. 1958માં નરગીસનું પદ્મ શ્રી એવોર્ડથી પણ સન્માન કરાયું હતું.
For English Click Here
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/05/1390458163Nargis-Dutt-1024x874.jpg)