/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/maxresdefault-12.jpg)
અરબી સમુદ્રમાં સર્જાયેલાં લો પ્રેશરના કારણે દરિયો તોફાની બની ગયો છે જેની સીધી
અસર માછીમાર સમાજ પણ જોવા મળી રહી છે. માછીમારો દરિયો ખેડી શકતા નથી તો બીજી તરફ
વાવાઝોડાથી કાંઠા વિસ્તારોમાં મકાનોના છાપરા ઉડી રહયાં છે.
"ક્યાર"
અને ત્યાર બાદ "મહા" નામના વાવાઝોડાના કારણે બોરસી માછીવાડ સહિતના
માછીમારોના માથે આફત આવી છે.
દરિયા કિનારે રહેતા કેટલાક પરિવારોના મકાનના વાવાઝોડા સામે ટકી ન શકતા લોકોનું
સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે. આ સમગ્ર ઘટના દરમ્યાન વહીવટી તંત્ર માત્ર સૂચનો
આપીને અસરગ્રસ્તોની મુલાકાત લેવાનું પણ ટાળી રહ્યા છે. જિલ્લા કલેક્ટરનો વારંવાર
ટેલિફોનિક સંપર્ક કરતાં કોઈ જવાબ ન મળ્યો હતો. જિલ્લાના માછીમારો જાણે તંત્ર વગરના
હોય એવી પ્રતિતિઓ કરી રહ્યા છે. બીજી તરફ દરિયો તોફાની બન્યો હોવાથી માછીમારોને
દરિયામાં ન જવા સુચના અપાઇ હોવાથી તેમની રોજગારી પણ ઠપ થઇ ચુકી છે.