/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/maxresdefault-35.jpg)
મહારાષ્ટ્રમાં
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાની યુતિને બહુમતી મળી છે પણ સરકાર રચવા માટેનું કોકડુ
ગુંચવાયેલું છે. શિવસેના 50-50 ફોર્મુલ્યાના
અમલની માંગ પણ અડીખમ હોવાથી રાજકીય માહોલ ગરમાયો છે તેવામાં ભાજપ છ તારીખે સરકાર
રચવાનો દાવો કરી શકે છે.
મહારાષ્ટ્રમાં
ચૂંટણીને બે અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ રાજ્યમાં આગામી સરકારની રચનાના કોઈ
આસાર નજર નથી આવી રહ્યા. રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલા ભાજપના
ગઠબંધન સાથી શિવસેના સરકાર માટે 50-50ના ફોર્મ્યુલાની માંગ કરી રહી છે. જે
અંતર્ગત રાજ્યમાં મુખ્યમંત્રી અઢી વર્ષ ભાજપનો અને અઢી વર્ષ શિવસેનાનો હશે. તો
બીજી તરફ ભાજપે શિવસેનાની માંગને ફગાવતા હાલના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને જ
પાંચ વર્ષ માટે રાજ્યના મુખ્ય પ્રધાન બનાવવાની વાત કહી છે, જેના કારણે બંને પક્ષો વચ્ચેની ટકરાર વધી
છે અને રાજ્યમાં નવી સરકારની રચનામાં વિલંબ થઈ રહ્યો છે. જો કે, ભાજપે તાજેતરમાં સંકેત આપ્યો છે કે તેઓ 6 નવેમ્બરના રોજ સરકાર બનાવવાનો દાવો કરી
શકે છે.