મહારાષ્ટ્રમાં સરકાર ગઠનનો છેલ્લો દિવસ,સીએમ પદ મેળવવા શિવસેના મકકમ

New Update
મહારાષ્ટ્રમાં સરકાર ગઠનનો છેલ્લો દિવસ,સીએમ પદ મેળવવા શિવસેના મકકમ

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ખેંચતાણ ચાલુ છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને ભાજપના ધારાસભ્યો મળશે અને ભાજપ આજે સરકાર રચવાનો દાવો કરી શકે છે. આ સાથે જ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ આજે તેમના પક્ષના ધારાસભ્યો સાથે બેઠક કરશે. શિવસેનાને ધારાસભ્યોને તોડવાનો ભય સતાવી રહ્યો છે. એવામાં બેઠક બાદ ધારાસભ્યોને ફાઇવ સ્ટાર હોટલમાં રોકવામાં આવી શકે છે.

શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે અમે

બયાનબાજીમાં વિશ્વાસ નથી કરતા. જેની પાસે બહુમત છે તે સરકાર બનાવશે. મુખ્યમંત્રી

તો શિવસેનાના જ હશે. મને ક્યારેય કોઈ આકાંક્ષાઓ નહોતી. તેમણે કહ્યું કે આજે

માતોશ્રીમાં શિવસેનાના ધારાસભ્યોની બેઠક મળશે. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે આગળની રણનીતિ

જણાવશે.

શિવસેનાના નેતા સંજય રાઉત ગઈકાલે એનસીપી

નેતા શરદ પવારને મળ્યા હતા. ત્યાર બાદ તેઓ મુંબઈમાં કોંગ્રેસના નેતા હુસેન દલવાઈને

પણ મળ્યા હતા. તેમણે કહ્યું કોંગ્રેસે સ્પષ્ટ કહ્યું હતું કે તેમનો ઉદ્દેશ કોઈપણ

રીતે ભાજપને સત્તાથી દૂર રાખવાનો છે. આ માટે કોંગ્રેસના ઘણા ધારાસભ્યો

શિવસેના-એનસીપી સરકારની તરફેણમાં છે. તેના બદલે કોંગ્રેસને સ્પીકર પદ જોઈએ છે.

ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના તમામ ધારાસભ્યોની બેઠક પણ બોલાવી છે. શિવસેનાના

ધારાસભ્યોને મુંબઈની કોઈપણ ફાઇવ સ્ટાર હોટલમાં ખસેડવામાં આવી શકે તેવા સમાચાર છે, જેના

આધારે આજની સભામાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.

મહારાષ્ટ્ર વિધાનસભાની મુદત 9 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી છે, પરંતુ આગામી સરકાર કોની હશે તે અંગે મૂંઝવણ યથાવત છે. ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્ય પ્રધાનને લઈને ઝગડો ચાલી રહ્યો છે. સંભાવનાઓ અને શંકાના આ સંજોગો વચ્ચે આજે પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની અધ્યક્ષતાવાળી ભાજપ હાલની પરિસ્થિતિ અંગે રાજ્યપાલ ભગતસિંહ કોશીયારીને મળવા જઈ રહી છે. તેમની સાથે મુખ્યમંત્રી ફડણવીસ દ્વારા આપવામાં આવેલ સંદેશ પણ હશે, જે તેઓ રાજ્યપાલ સાથે શેર કરશે.

Latest Stories