/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/13085505/bgfbg.jpg)
મહારાષ્ટ્રમાં સત્તાની ખુરશી માટેની લડાઈ હજુ અટકી નથી. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે સરકાર બનાવવાની ચર્ચા શરૂ થાય તે પહેલાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિની ભલામણને મંગળવારે સાંજે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે મંજૂરી આપી હતી. હવે શિવસેના આની સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ છે, જેના પર આજે સુનાવણી થશે.
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન આવતાની સાથે જ શિવસેનાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં રાજયપાલ દ્વારા વધુ સમય ન આપવાના વિરોધમાં અરજી દાખલ કરી છે, જોકે રાષ્ટ્રપતિ શાસન લાદવાની વિરુદ્ધ શિવસેના બીજી અરજી પણ દાખલ કરી શકે છે.
રાજ્યપાલ ભગતસિંહ હોશિયારીની ભલામણ પર રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનને મંજૂરી આપી હતી. શિવસેનાને અગાઉ રાજ્યપાલ દ્વારા સરકાર બનાવવા માટે આમંત્રણ અપાયું હતું, પરંતુ તે 24 કલાકમાં સમર્થન પત્ર એકત્ર કરી શક્ય ન હતા. ત્યાર બાદ એનસીપીને રાજ્યપાલ દ્વારા આમંત્રણ અપાયું હતું, પરંતુ ત્યાં પણ કોઈ વાત બની નહોતી.
મહારાષ્ટ્રમાં સત્તા માટેની દંગલ થમ્યુ નથી. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે સરકાર બનાવવાની ચર્ચા શરૂ થાય તે પહેલાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિની ભલામણને મંગળવારે સાંજે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે મંજૂરી આપી હતી. હવે શિવસેના તેના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ છે, જેના પર આજે સુનાવણી યોજાવાની છે.