મારા અનુભવો મારા વાંસા ઉપર ધબ્બો મારી કહે છે કે મને તો લખ !

New Update
મારા અનુભવો મારા વાંસા ઉપર ધબ્બો મારી કહે છે કે મને તો લખ !

જેઓએ મારા ઘડતર માટે મને અવારનવાર લાતો મારી સજાગ રાખ્યો તેવા સ્વજનોને તથા સજાગપણે જેમનાથી છેતરાઉં છું તેમ છતાં તેમણે મેં છેતર્યા નથી તેવા સ્વજનોને મારી કથા અર્પણ કરું છું.

શ્રી નાગજીભાઈ દેસાઈની આજથી ૭૩ વર્ષ પહેલાંની ‘મારા કરમ-કથની’ઉપરોક્ત શબ્દો પુસ્તકના પહેલા પાને ‘અર્પણ’માં લખ્યાં છે.

એમિટી બી.એડ.ના પ્રશિક્ષકો સાથે ‘વર્ગખંડમાં અસરકારક પ્રત્યાયન’વિષય પર તાલીમ આપી જો પૂર્વે સને સ્મૃતિભેર રૂપે આ પુસ્તક આપવામાં આવ્યું હતું.

લેખક લખે છે: ઘણા સમયથી લખવાનું મન થતું ન હતું.કારણ આવા પ્રસંગોને માનવીને ખુલ્લે-ખુલ્લો મને બતાવેલો,સમાજનું આ વહેવારું અને વરવું રૂપ જોઈ થાકેલો.

publive-image

પૂ.શ્રી મનુભાઈએ સજાગ કરી ફરથી લખવા માટે બેઠો કર્યો એ બદલ તેમનો આભાર માનવા માટેના શબ્દો ઓછા પડે.

‘મનની વાત’ પ્રસ્તાવનામાં છેલ્લે શ્રી નાગજીભાઈ દેસાઈ લખે છે: બાકી તો વાંચીને કોઈના પણ દિલમાં માનવીને ચાહવાની કુંપળ ફૂટે એ જાણીશ ત્યારે મારા માટે વસંતનો આગમનનો આનંદ હશે,બાલારામ,સુરેન્દ્રનગર તા.૨૯મી ઓકટોબર ૧૯૯૪.

જેઓએ નાગજીભાઈને લખતા કર્યા એ મનુભાઈ એટલે મનુભાઈ પંચોળી ‘દર્શક’એમણે આ પુસ્તકને ‘તરણામાંથી ઉપવન’ કહ્યું છે શ્રી મનુભાઈ લખે છે : કહેવાય છે કે દરેક મોટા માણસ પાછળ એક મોટા ગજાની સ્ત્રી હોય છે આ વાત આ ‘કરમકથની’માં નાભિસ્થાને છે.એ અજાણ્યા,અકિંચન,ઓછું ભણેલો,અલ્લડ યુવાનને પસંદ કરવો તે માટે ઘરની કેદમાંથી કૂદી છેક રાયપુરથી સુરેન્દ્રનગર પહોંચી જવું.ધાકધમકી,લાલચ,લોભ પી જવાં પાછળથી પતિને પસ્તાવો ન થાય કે પોતે પત્ની કરતાં ઓછું ભણેલ છે એ માટે પટાવી,રીઝવી,રમાડી,મનાવી ભણાવવા ઓ હો શું છે એ માતૃમૂર્તિનું અનુપમ લાવણ્ય શોભા અને સમજ ! આંખમાં આંસુ આવી જાય એ બંધુ વાંચતા નાગજીભાઈ ભાગ્યશાળી છે, આવાં જીવનસંગિની પામવામાં એ છે શાંતાતાઈ.નાગજીભાઈને ભણવું હતું.શાંતાતાઈ મળ્યાં નાસીપાસ નાગજીભાઈ જો કોઈ

એમને ભણાવે જ નહીં તો ? બાવો થઈને જીવન પુરું કરવાના નિર્ધાર પર આવી ગયા.ત્યારે શાંતાતાઈએ એમને કહ્યું હતું કે તમે યુવાન થઈને આવું વિચારો તે સારું ન ગણાય હું તમને ભણાવીશ.નાગજીભાઈએ પુછ્યું કે તમે મને શા માટે ભણાવશો ? તમારે ને મારે શું? શાંતાતાઈનો જવાબ હતો કે તમે એક એવા માનવી છો જે માનવીને જ ચાહે છે જો તમને કશોય વાંધો ન હોય તો આપણે સાથે રહીને સમાજમાં કશુંક નવું કામ કરીએ અને એ રીતે સાથે જીવીએ તો ?

નાગજીભાઈ કહે છે : તમે ગ્રેજ્યુએટ થયાં છો અને હું તો માંડમાંડ મેટ્રિક સુધી પહોંચ્યો છું આપણું આ જીવન કઈ રીતે ચાલશે ? તમારી સુંદરતા અને મારી સુંદરતા વચ્ચે કેટલો વિરોધાભાસ છે ? શાંતાતાઈ જવાબ આપતાં કહે છે :માણસ રૂપ અને રંગથી ઓળખાતો નથી.એ તો ઈશ્વરની દેન છે પણ માણસનું અંદરનું રૂપ,અંદરનો આત્મા અગત્યનો છે.મને લાગે છે કે તમારો આત્મા મને જરૂર સમજી શકશે.હું એવા પતિની શોધમાં છું,જે મને સમજે અને મને એક સુંદર પત્ની તરીકે રાખી શકે તમારા પર મને એ બાબતનો વિશ્વાસ છે.

publive-image

નાગજીભાઈએ શાંતાતાઈને કહ્યું કે હું પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી તમે મારી સાથે છો ત્યાં સુધી ખોટા વિચારો નહિ કરું,આનંદથી જીવીશ.

રબારી કોમમાં જન્મેલા નાગજીભાઈ ઉત્તર ગુજરાતના માણેકપુરના ખુદાબક્ષ મુસાફર તરીકે ભારતયાત્રાનો એમનો અનુભવ સેવાદળ વ્યાયામ પ્રવૃત્તિ અને યુવાસંગઠન સુરેન્દ્રનગર જિલ્લામાં કર્યું.ઉચ્ચશિક્ષણ લેવા લોકભારતી,સણોસરા ગયા.સ્નાતક થયા.ગ્રામભારતી,અમરપુરની શિક્ષણસંસ્થામાં બે વર્ષ રહ્યા.

૧૯૫૬માં શ્રી શાંતાબહેન જૈન સાથે લગ્ન કર્યા.બે સંતાન છે.નિખિલ અને અવધૂત ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય પ્રકાશિત ૧૧૬ પાનાનું પુસ્તક બધા શિક્ષક થયેલા અને થનારા આ પુસ્તક વાંચે અને વંચાવે શુભસ્ય શીધ્રમ !

Latest Stories