/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/19142217/maxresdefault-226.jpg)
અજય દેવગન, સૈફ અલી ખાન અને કાજોલ સ્ટારર પિરિયડ ડ્રામા ફિલ્મ તાનાજી: ધ અનસંગ
વોરિયરનું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મનું ટ્રેલર જોરદાર છે. તનાજીની ભૂમિકામાં
અજય દેવગન પ્રભાવિત કરશે.
અજય દેવગન, સૈફ અલી ખાન અને કાજોલ સ્ટારર પિરિયડ ડ્રામા ફિલ્મ તાનાજી: ધ અનસંગ
વોરિયરનું ટ્રેલર રિલીઝ થયું છે. તાનાજી માલુસારેના જીવન પર આધારીત આ ફિલ્મ અજય
દેવગણની કારકિર્દીની 100મી ફિલ્મ છે.
ફિલ્મનું ટ્રેલર જોરદાર છે. તાનાજીની ભૂમિકામાં અજય દેવગન પ્રભાવિત કરે છે.
અજય-કાજોલ ફરી સાથે જોવા મળશે
તનાજીનું દિગ્દર્શન ઓમ રાઉતે કર્યું છે. ફિલ્મમાં સૈફ
અલી ખાન ઉદય ભાન અને શરદ કેલકર છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકામાં જોવા મળશે.
કાજોલ તાનાજીમાં મહેમાન કલાકારની ભૂમિકામાં છે. તે તાનાજીની પત્ની સાવિત્રીબાઈ
માલુસારેની ભૂમિકા નિભાવી રહી છે. લાંબા સમય પછી ચાહકો કાજોલ-અજયને રૂપેરી પડદે
સાથે જોઈ સકશે. તાનાજી 10 જાન્યુઆરી 2020 ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. તનાજીની વાર્તા 17 મી સદી પર આધારિત છે.
તાનાજી માલુસરે કોણ છે
તાનાજી મલુસારે બહાદુર મરાઠા યોદ્ધા હતા. તે મરાઠા
સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની સૈન્યમાં લશ્કરી નેતા હતા. તાનાજીએ
છત્રપતિ શિવાજી મહારાજ સાથે અનેક યુદ્ધો લડ્યા હતા. તાનાજી તેના પરાક્રમી અને
બહાદુર ઇરાદા માટે જાણીતા હતા. તાનાજીને 1670માં થયેલા સિંહાગઢ
યુદ્ધમાં યોગદાન આપવા બદલ યાદ કરવામાં આવે છે.