આજે સવારે મને જમરૂખ ખાવાનું મન થયું. મેં સ્કૂટરને કીક મારીને સીધો પહોંચ્યો સ્ટેશન રોડ પર મીપરીકની સામે ત્યાં ટોપલા લઈને બે બાઈ બેઠી હતી. એક ઉંમરમાં ઘરડી હતી એટલે મેં કહ્યું, “માસી, કેમ આપ્યાં જમરૂખ ?” માસીએ કહ્યું, “૪૦ રૂપિયે કિલો અને એમને ત્રાજવામાં તોલવાનું શરૂ કર્યું, મેં ખીસા માંથી ૧૦૦ની નોટ આપી” માસી કહે, “બેટા પહેલી બોણી છે છુટ્ટા, હોય તો આપને.” મેં કહ્યું, “૧૧૦ રૂપિયા છે એટલે મેળ નહિ પડે.” માસીએ ૧૦ ફૂટ દૂર તડબૂચ વેચતા ઈસ્માઈલ ચાચાને બૂમ પાડી ’૫૦ કી દો નોટ દો ને’ ચાચાએ કહ્યું “અભી બોની હિ નહિ હુઈ હૈ.”
આ વાર્તાલાપ દરમિયાન એક ૮ વર્ષનો ટાબરિયો, ચાલતા શિખતી તેની બહેનને લઈને ત્યાં હાજર હતો. દાદી એને જોઈને કહે દો મિનિટ ખડે રહો, મેં જમરૂખ દેતી હું. ટાબરિયો કહે, “દાદી મેરે પાસ ૫૦ કી દો નોટ હે આપ કો છુટ્ટા દે શકતા હું.” દાદી ખુશ, હું ખુશ અમે બન્ને જણાએ પેલા ટાબરિયાને એક એક જમરૂખ આપ્યા.