/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/Scan10218_2_4.jpg)
રશિયામાં વડોદરાની એક શાસ્ત્રીય નૃત્યાંગનાએ તાલીમ પામેલા બેલેટ ડાન્સર્સને ભરત નાટ્યમ અને ઓડીસી નૃત્યના સ્ટેપ્સ શીખવ્યા હતા.
વડોદરાની યુવતી માનસી પંડ્યા રઘુનંદનને રશિયા અને સર્બિયામાં કલ્ચરલ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં ભારત તરફથી ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/10/IMG-20161003-WA0030.jpg)
આ ફેસ્ટિવલ છેલ્લા 23 વર્ષથી ઉજવવામાં આવે છે અને પ્રથમવાર ભારતને તેમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતુ.
આ અંગે માનસીએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીત માં જણાવ્યુ હતુ કે મને યુનિવર્સિટી ઓફ સર્બિયા દ્વારા 23મા ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવી હતી. જેમાં 25 સપ્ટેમ્બરના દિવસે મે ફેસ્ટિવલમાં ભરત નાટ્યમ સાથે શરૂઆત કરી હતી. ત્યારબાદ 26 અને 27 સપ્ટેમ્બરે ઓપન યુનિવર્સિટી ખાતે મારું પેપર પ્રેઝન્ટેશન હતુ. જેમાં મે બાળકોના માનસિક વિકાસ માટે કાલ્પનિક અને પૌરાણિક કથાઓના મહત્વ વિશે વાત કરી હતી. મે ત્યાં ઓડિસી નૃત્ય પણ રજૂ કર્યું હતુ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/10/FB_IMG_1475478846132.jpg)
પ્રેઝન્ટેશન અને નૃત્ય બાદ રશિયાના બેલે ડાન્સર્સને ભારતીય પરંપરાગત નૃત્ય શીખવાડીને માનસી ગદગદ થઇ ગઇ હતી. તેણે વધુમાં જણાવ્યુ હતુ કે મારા માટે તે ક્ષણ ખૂબ જ યાદગાર હતી જ્યારે મને એક જાણીતા બેલેટ ડાન્સ ગૃપ દ્વારા ભારતીય નૃત્ય માટે વર્કશોપ અને માસ્ટર ક્લાસ લેવા માટે આમંત્રિત કરવામાં આવી. તેઓ ટ્રેઇન્ડ ડાન્સર્સ હતા પણ તેઓ ભારતના ભરત નાટ્યમ અને ઓડિસી નૃત્ય શીખવા માંગતા હતા અને તેઓ શીખી પણ ગયા. મે 16 બેલેટ ડાન્સર્સને ભારતીય નૃત્ય શીખવાડ્યુ હતુ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/10/Scan10218_2_2.jpg)
માનસી ભવિષ્યમાં એક કલ્ચરલ ફેસ્ટિવલનું આયોજન કરવાનું વિચારી રહી છે. જેથી, રશિયાના આ બેલેટ ડાન્સર્સને આમંત્રિત કરી શકાય. આ અંગે માનસીએ કનેક્ટ ગુજરાત ને જણાવ્યુ હતુ કે તેઓ ભારતીય શાસ્ત્રીય નૃત્યના સ્ટેપ્સ શીખી ગયા તે જોઇને હું ભાવવિભોર થઇ ગઇ હતી. એટલું જ નહી તેમણે નવરાત્રિ ના પણ સ્ટેપ્સ શીખ્યા. તેઓ ભારતીય સંસ્કૃતિ અને નૃત્યો વિશે વધુ જાણવા ઇચ્છતા હોવાથી હું બેલેટ ડાન્સરને ભારતમાં આમંત્રિત કરવા માટે કલ્ચરલ ફેસ્ટિવલનું આયોજન કરવાનું વિચારી રહી છું.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/10/FB_IMG_1475478948947.jpg)
ભારતમાંથી માનસી એક માત્ર એવી કલાકાર છે જેણે વિદેશ પોતાના લેક્ચર અને વર્કશોપમાં ગુજરાત અને કર્ણાટક વિશે ઉંડાણમાં માહિતી રજૂ કરી. આ સિવાય તેમણે ભારતના તહેવારો વિશે પણ વાત કરી હતી.