રાજકોટ : ખેડૂતે  કર્યો આપઘાત, વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં ભર્યું પગલું

New Update
રાજકોટ : ખેડૂતે  કર્યો આપઘાત, વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં ભર્યું પગલું

રાજકોટ

જિલ્લાના જેતપુર તાલુકાના

મોટા ભાદરા ગામના ખેડૂતે કર્જ કરીને મોંઘુ બિયારણ, ખાતર ખરીદી દિવસ રાત કાળી મજૂરી કરીને ઉગાડેલ પાક વધુ વરસાદ અને વાવાઝોડા

જેવી કુદરતી આફત ઉપરથી

નિષ્ઠુર સરકાર ખેડૂતે સામે જોતી ન હોય પોતાની નજર સામે પાકને નિષ્ફળ જતો જોઈ ન શકતા ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.

મેવાસા ગામે ખેતી ધરાવતા જામકંડોરણા ગામના મોટા ભાદરા ગામનો 25 વર્ષીય ખેડૂત હિરેન રાઠોડ બે ભાઈઓમાં નાનો હોય અને અત્યારે મોંઘવારીના સમયમાં મોટો ભાઈ મજૂરી કરે અને પોતે ખેતી કરીને પરીવારનું ગુજરાન ચલાવતો હતો. જેમાં ગયા વર્ષે નહીંવત વરસાદને કારણે કરજો કરીને ઉગાડેલ પાક સાવ નિષ્ફળ જતા જેમ તેમ કરી આખું વર્ષ કાઢી નાખ્યું હતું. આ વર્ષે ફરી સારા પાકની આશાએ વાવેતર કર્યું જેમાં સારા વરસાદને કારણે સારા પાકની આશા બંધાઇ હતી. ત્યાંરે પાછોતરા વરસાદે સારા પાકની આશા પર પાણી ફેરવી નાખ્યું હતું. "મહા" વાવાઝોડું માથે મંડરાઈ રહ્યું છે, જેથી જે બચ્યો કુચ્યો પાક ઉભો છે, તે પણ નજરની સામે નિષ્ફળ જતા જોવાનો વારો આવ્યો છે.

ખેડૂત પુત્ર હિરેનને હવે શું કરીશ ? ગયા વર્ષનો કરજો આ વર્ષના સારા પાકથી ઉતરી જશે તે આશા નઠારી નીવડતી દેખાઈ હતી. ઉપરથી ચાલુ વર્ષનો કરજો આમ બે-બે કરજાનો ભાર પોતે કઈ રીતે ઉતારશે તેવું લાગી આવતા પોતે વાડીએ ઝેરી દવા પી લેતા તેમને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નિપજતા અરેરાંટી વ્યાપી ગયી હતી.

Latest Stories