રાજકોટ પુર્વ વિધાનસભા ભાજપનાં ઉમેદવારનાં બે વોટર આઈડી કાર્ડ હોવાનાં આપનાં આક્ષેપ

New Update
રાજકોટ પુર્વ વિધાનસભા ભાજપનાં ઉમેદવારનાં બે વોટર આઈડી કાર્ડ હોવાનાં આપનાં આક્ષેપ

રાજકોટમાં પુર્વની વિધાનસભા બેઠક પર ભાજપનાં ઉમેદવારનું ફોર્મ રદ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા એક વાંધા અરજી કરવામાં આવી હતી. ત્યાર બાદ આપ દ્વારા ઉઠાવેલ મુદ્દાને કોંગ્રેસે પણ સળગાવવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો.

રાજકોટ આમ આદમી પાર્ટીનાં સમર્થકોએ માંગ કરી હતી કે અરવિંદ રૈયાણી અને તેના પરિવાર પાસે બે બે જગ્યાનાં મતદાન કાર્ડ છે. જે કાનુની રીતે યોગ્ય ન ગણાતા સજાના પાત્ર બને છે. તેથી તેમનુ પૂર્વ વિધાનસભા બેઠકનું ફોર્મ છે તે રદ્દ થાય. જ્યારે આ અંગે ભાવતુ ભાળી જતા કોંગ્રેસ દ્વારા પણ આ મુદ્દે કલેકટર કચેરીમાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.

આ અંગે આમ આદમી પાર્ટનાં ઉમેદવાર અજીત લોખિલ કે ભાજપનાં ઉમેદવાર અરવિંદ રૈયાણી પર આક્ષેપ કર્યો હતો.

આ સમગ્ર મામલે ચૂંટણી અધિકારી કે.એમ પટેલે જણાવ્યુ હતુ કે ઉમેદવાર અંગે જે વાંધા અરજી કરવામાં આવી છે. તે સ્ક્રુટીનીની પ્રક્રિયા પુર્ણ થયા બાદ કરવામાં આવી છે. તેથી તેને ગ્રાહય રાખી શકાય તેમ નથી.

Latest Stories