/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/13182500/maxresdefault-156.jpg)
રંગીલા રાજકોટમાં વધી રહેલી ગુનાખોરીના કારણે લોકો ભય
અનુભવી રહયાં છે ત્યારે રાજનગર ચોકમાં કેટલાક અસામાજીક તત્વો રોફ જમાવવા માટે
હથિયારો સાથે રસ્તા પર ઉતરી આવ્યાં હતાં અને આતંક મચાવતાં સ્થાનિકો ભયથી પારેવાની
માફક ફફડી રહયાં છે. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીને ઝડપી પાડયાં છે.
રાજકોટમાં પોલીસનો કોઇ ડર જ ન હોય તેમ લુખ્ખા તત્વો
બેફામ બન્યા છે. રાજકોટના રાજનગર ચોકમાં લુખ્ખા તત્વોનો આતંક સીસીટીવી કેમેરામાં
કેદ થયો છે.ગત રાત્રિના સમયે કેટલાક અસામાજીક તત્વો દારૂના નશામાં રોડ પર ઉતરી આવ્યાં હતાં અને દુકાનો
બંધ કરાવી રોફ જમાવવાની કોશિશ કરી હતી . બેફામ બનેલા અસામાજીક તત્વોએ એક શખ્સ ને
છરીના ઘા ઝીંકી તેની પર જીવલેણ હુમલો કર્યો છે. હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના
આધારે આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી છે પોલીસે હુમલો કરનાર શખ્સની ઓફિસમાં તપાસ
કરતાં દારૂની બોટલો તેમજ હથિયાર મળી આવ્યા છે.પોલીસે સીસીટીવી ચેક કરતા આતંક
મચાવનારાઓમાં નવદીપ સિંહ જાડેજા અને હર કિશનસિંહ જાડેજા હોવાનું જણાયું હતું. બંને
આરોપીઓ નાના મૌવા ગામમાં છુપાયા હોવાની બાતમી મળતાં દરોડા પાડી બંનેને ઝડપી લઇ કાયદાનું
ભાન કરાવ્યું હતું.