/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/06212052/maxresdefault-68.jpg)
રાજકોટ સહિત
સમગ્ર સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડયા પર પાટુ વાગ્યા જેવી
સ્થિતીનુ નિર્માણ થવા પામ્યુ છે, ત્યારે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો અને
કાર્યકર્તાઓએ કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યુ હતુ.
રાજકોટ સહિત
સમગ્ર સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયું છે, ત્યારે રાજકોટમાં કોંગી આગેવાન હાર્દિક
પટેલે ખેડૂતોની જુદી જુદી સંસ્થા સાથે બેઠક કરી હતી. હાર્દિક પટેલ સહિતના
કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ કલેકટર રેમ્યા મોહનને આવેદન પત્ર પાઠવ્યુ
હતુ. પડધરી તાલુકાના ખેડૂતોને ગત વર્ષનો પાક વિમો પણ નથી મળ્યો. આગામી 7 દિવસમાં ખેડૂતોને પાક વિમો મળે તે અંગે
રજુઆત કરી હતી. તો સાથે જ આગામી 7 દિવસમા પડધરી તાલુકા સહિતના ખેડૂતોને પાક વિમો નહિ મળે તો આગામી 13મી નવેમ્બરથી પડધરી ખાતેથી ઉગ્ર આંદોલન
કરવાની હાર્દિક પટેલે ચિમકી ઉચ્ચારી હતી.