રાજકોટનાં મોટા ગુંદાળાનાં કમભાગી 9 યુવાનોની એક સાથે અર્થી ઉઠતા ગામ હીબકે ચડયુ

રાજકોટનાં મોટા ગુંદાળાનાં કમભાગી 9 યુવાનોની એક સાથે અર્થી ઉઠતા ગામ હીબકે ચડયુ
New Update

રાજકોટ જિલ્લાનાં મોટા ગુંદાળા ગામનાં યુવાનોને કચ્છનાં લોરિયા પાસે અકસ્માત નડયો હતો.ખાનગી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર 9 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા.

મૃતક યુવાનો જેતપુર તાલુકાનાં મોટા ગુંદાળાનાં વતની હોવાથી તેમના મૃતદેહને કચ્છ થી મોટા ગુંદાળા ગામે લાવવામાં આવ્યો હતા. અને તારીખ 15મી જાન્યુઆરી સોમવારની સવારે અંતિમ ક્રિયા યોજાઈ હતી.

જેમાં આખા ગામે સંપુર્ણ બંધ પાડયો હતો. તો સાથો સાથ 9 યુવાનો પૈકી 6 યુવાનો તેમના માતા પિતાની એક ના એક સંતાન હતા. તો અંતિમ ક્રિયા સમયે જેતપુર અને ધોરાજીનાં ધારાસભ્ય હાજર રહ્યા હતા. જેમને મૃતદેહોને કાંધ પણ આપી હતી.

મૃત્યુ પામેલા યુવાનોમાં હાર્દિક નામના યુવાનના તો આગામી 22 તારીખનાં જ લગ્ન હતા ત્યારે તેના પરિવારમાં ભારે થી અતિ ભારે શોકની લાગણી જોવા મળી હતી. કારણ કે એક તરફ થી દીકરાનાં લગ્નની તૈયારીઓ ચાલતી હતી એવા સમયે દીકારાનાં મૃત્યુનાં સમાચારે પરિવારને શોકનાં સાગરમાં ગરકાવ કરી દીધો છે.

અકસ્માતમાં મોતને ભેટેલા કમભાગી યુવાનોનાં નામ :-

જયદીપ બૂટાણી

હાર્દિક બાંભરોલિયા

પ્રશાંત સાકળીયા

મિલન પટેલ

રાજ સેંજલિયા

મયુર પટેલ

પિયુષ ખોખર

ગૌરવ કોટડીયા

વિજય ડોબરીયા

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article