રાજકોટની ફેમસ ચટણી આપશે ફરસાણનો ચટપટો સ્વાદ

New Update
રાજકોટની ફેમસ ચટણી આપશે ફરસાણનો ચટપટો સ્વાદ

કહેવાય છે કે, રાજકોટની ચટણીને એકવાર જો કોઈ ચાખી લે, તો તેનો સ્વાદ જીભેથી છૂટતો નથી. જેના સંબંધીઓ કે મિત્રો રાજકોટ રહેતા હોય તો તેઓ રાજકોટથી સ્પેશિયલ આ ચટણી મંગાવી લેતા હોય છે, અને ફ્રિજમાં સ્ટોર કરે છે. ત્યારે એકવાર જો તમે તેને બનાવતા શીખી જશો, તો રાજકોટ થી મંગાવવાની રાહ નહિ જોવી પડે. આ ચટણી એકદમ આસાની થી બની જશે. તો જાણી લો રાજકોટની ફેમસ ચટણી બનાવવાની રીત.

ચટણીબનાવવામાટેનીસામગ્રી :

1 કપ આખા સિંગદાણા

5 નંગ સમારેલા લીલા મરંચા

1/2 ટી.સ્પૂન લીંબુનાં ફૂલ

1/4 ટી.સ્પૂન મીઠું

ચપટી હળદર

ચટણીબનાવવાનીરીત :

  • સિંગદાણાને ૪ થી ૫ કલાક પલાળી દો. હવે મિક્સર જારમાં બધી વસ્તુઓ ભેગી કરી પીસી લો.ફાઇન પેસ્ટ કરી લો. બસ તૈયાર છે ટેન્ગી અને સ્પાઈસી ચટણી.
  • આ ચટણીને વેફર, ચીપ્સ, ભજીયા, સમોસા, ચેવડો તથા અન્ય સાથે ખાઈ શકાય.

આ ચટણી સુકી જ ૪-૫ મહીના ફ્રિજમાં સાચવી શકાય. પણ પીરસતી વખતે પાણી જરા પણ ન નાખવું. સુકી જ વાપરી શકાય અથવા જયારે જેટલી વાપરવી હોય તેટલામાં પાણી કે દહીં ઉમેરીને ગમે ત્યારે તેનો સ્વાદ માણી શકાય છે.

Latest Stories