રાજકોટમાં કોંગ્રેસનાં ઉમેદવારની ઉમેદવારીને લઈને રાજકારણ ગરમાયુ

New Update
રાજકોટમાં કોંગ્રેસનાં ઉમેદવારની ઉમેદવારીને લઈને રાજકારણ ગરમાયુ

રાજકોટ શહેર વિધાનસભાની ચાર સીટ પૈકી બે સીટ પર હરિફ ઉમેદવારો ફોર્મ રદ કરવાને મામલે સામ સામે ટકરાયા હતા.ભાજપનાં ઉમેદવાર સીએમ વિજય રૂપાણીનાં હરીફ કોંગ્રેસનાં ઉમેદવાર ઇન્દ્રનિલ રાજ્યગુરુની ઉમેદવારીની માન્યતા રદ કરવા માટે પ્રતિનિધીઓએ વાંધા અરજી કરી હતી.

રાજકોટ વિધાનસભા ક્ષેત્ર 69ની બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર સીએમ વિજય રૂપાણી છે, તો કોંગ્રેસનાં ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજગુરૂએ ચૂંટણી લડવાનો પડકાર ફેંકીને ઉમેદવારી નોંધાવી છે.

ઉમેદવારી પત્રની ચકાસણીનાં સમયે સ્ક્રુટીની થઈ ગયા બાદ વિજય રૂપાણીનાં પ્રતિનિધી તરીકે નીતિન ભારદ્વાજે ઈન્દ્રનિલ રાજગુરૂનાં મેન્ડેડને લઈ વાંધા અરજી કરતા સમગ્ર મામલો ગરમાયો હતો.

જો કે બાદમાં ચૂંટણી અધિકારીએ જાહેરાત કરી કે ઈન્દ્રનિલ રાજગુરૂનુ ફોર્મ માન્ય રહેશે કારણ કે તેમના વિરુદ્ધ જે પણ વાંધા અરજી આવી છે તે સ્ક્રુટીનીની પ્રક્રિયા બાદ આવી છે. ત્યારે આ સમગ્ર મુદ્દે ઈન્દ્રનિલ રાજગુરૂએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે ભાજપ મુખ્યપ્રધાનની હાર ભાળી જતા તેમણે આ પ્રકારનું કાવત્રુ રચ્યુ હતુ.

Latest Stories