રાજ્યમાં આજે 4,773 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 8,308 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

New Update
કોવિડ-19 : રાજ્યમાં આજે 2521 નવા કેસ નોંધાયા, 7965 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં આજે 4,773 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 64 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9,404 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 8,308 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 677798 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 89018 પર પહોંચ્યો છે. જેમાંથી 716 દર્દી વેન્ટિલેટર પર અને 88302 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.32 ટકા છે.


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1079, વડોદરા કોર્પોરેશન 422, સુરત કોર્પોરેશન-297, સુરત 209,  રાજકોટ કોર્પોરેશન 192, વડોદરા 162,  આણંદ 161, ભરૂચ 138,   જામનગર કોર્પોરેશન 138, કચ્છ 134, પંચમહાલ 126, જૂનાગઢ 117,  સાબરકાંઠા 105,   જૂનાગઢ કોર્પોરેશન 101,  મહેસાણા 97, દાહોદ 91, ખેડા 88, મહીસાગર 85, પોરબંદર 82, રાજકોટ 72,  દેવભૂમિ દ્વારકા 69,  બનાસકાંઠા 65, જામનગર 65, અમરેલી 63,  ભાવનગર કોર્પોરેશન 59, પાટણ 59, ગાંધીનગર 58,  નવસારી 54, વલસાડ 52,  ભાવનગર 51, ગાંધીનગર કોર્પોરેશન 51, નર્મદા 43, ગીર સોમનાથ 34, સુરેન્દ્રનગર 32, અરવલ્લી 28,  છોટા ઉદેપુર 28, અમદાવાદ 27, મોરબી 13, તાપી 10, બોટાદ 8 અને ડાંગમાં 8 કેસ સાથે કુલ 4,773  નવા કેસ નોંધાયા છે. 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન-5, સુરત 3,  રાજકોટ કોર્પોરેશન 3, વડોદરા 3,  આણંદ 1, ભરૂચ 1,   જામનગર કોર્પોરેશન 3, કચ્છ 1, પંચમહાલ 0, જૂનાગઢ 2,  સાબરકાંઠા 1,   જૂનાગઢ કોર્પોરેશન 2,  મહેસાણા 3, દાહોદ 1, ખેડા 0, મહીસાગર 1, પોરબંદર 1, રાજકોટ 3,  દેવભૂમિ દ્વારકા 1,  બનાસકાંઠા 4, જામનગર 2, અમરેલી 2,  ભાવનગર કોર્પોરેશન 1, પાટણ 1, ગાંધીનગર 1,  નવસારી 0, વલસાડ 1,  ભાવનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 0, નર્મદા 0, ગીર સોમનાથ 1, સુરેન્દ્રનગર 1, અરવલ્લી 0,  છોટા ઉદેપુર 1, અમદાવાદ 1, મોરબી 0, તાપી 0, બોટાદ 1 અને ડાંગમાં  0 સાથે કુલ 64 લોકોના કોરોના સંક્રમણના કારણે  મોત થયા છે.

રાજ્યમાં આજે કુલ 1,37,172 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં કોવિડ 19ની સાજા થવાના દરમાં સતત વધારો થયો છે.  રાજ્યમાં સાજા થવાનો દર 87.32 ટકા છે.

Read the Next Article

PM મોદી આજથી બ્રિટનની મુલાકાતે, કિંગ ચાર્લ્સ અને વડાપ્રધાન સાથે કરશે મુલાકાત

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વડાપ્રધાન મોદીના પ્રવાસના કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આજથી એટલે કે 23 થી 24 જુલાઈ દરમિયાન વડાપ્રધાન યુકેની મુલાકાતે છે.

New Update
PM Modi Poland Visit

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વડાપ્રધાન મોદીના પ્રવાસના કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આજથી એટલે કે 23 થી 24 જુલાઈ દરમિયાન વડાપ્રધાન યુકેની મુલાકાતે છે.

આ તેમની ચોથી મુલાકાત હશે. અને મુલાકાતમાં મુક્ત વેપાર કરાર (free trade)(FTA) ને ફાઈનલ સ્વરૂપ આપવામાં આવશે તો સાથે જ ઘણા વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે જેમાં ખાલિસ્તાન જેવા મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે.

વિક્રમ મિશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી તેમની બ્રિટનની મુલાકાત દરમિયાન વડાપ્રધાન કીર સ્ટારમર સાથે ચર્ચા કરશે તો સાથે તેઓ કિંગ ચાર્લ્સ (Third) ને પણ મળશે. આ ઉપરાંત ભારત અને બ્રિટન બંનેના વેપાર લક્ષી આગેવાનો સાથે પણ મુલાકાત કરીને ચર્ચા વિચારણા કરશે. બંને દેશો વ્યાપક રણનૈતિક ભાગીદારીની પ્રગતિ પર પણ ચર્ચા કરશે અને વેપાર, અર્થતંત્ર, ટેકનોલોજી, આવિષ્કાર, સુરક્ષા, જળવાયુ પરિવર્તન,હેલ્થ અને એજ્યુકેશન વગેરે મુદ્દે ચર્ચા કરશે. વડાપ્રધાન પદ સંભાળ્યા પછી નરેન્દ્ર મોદીની આ બ્રિટનની ચોથી મુલાકાત હશે.