કોરોનાના (Corona) વધતા સંક્રમણ વચ્ચે GPSCએ મોટો નિર્ણય લીધો છે. કેટલીક પરીક્ષાઓની તારીખમાં (GPSC Exam calender) ફેરફાર કરાયો છે. વર્ગ1, વર્ગ 2 અને વર્ગ 3ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2ની પરીક્ષા હવે 18 એપ્રિલે યોજાશે. નાયબ મામલતદાર (Deputy Mamlatdar) અથવા સેક્શન અધિકારીની પરીક્ષાની તારીખ 9 મેના રોજ યોજાશે.
આ ઉપરાંત સિક્યુરીટી સુપરવાઈઝર (Security superviser)ની પરીક્ષા 23 મેના રોજ યોજાશે. મદદનીશ ઈજનેરની પરીક્ષાઓ 6 જુનના રોજ લેવાશે. કુલ મળી 10 પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો છે.