રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્પાઇસી મસાલા ભીંડા

New Update
રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્પાઇસી મસાલા ભીંડા

મસાલા ભીંડા બનાવવા માટેની સામગ્રી

Advertisment

- 250 ગ્રામ નાના ભીંડા

- 1 ચમચી લાલ મરચું

- ½ ચમચી હળદર

- 1 ચમચી ધણાજીરું

- ½ ગરમ મસાલો

- ½ ચમચી ચાટ મસાલો

- 1 ચમચી ચણાનો લોટ

- 1 ચમચી શેકેલા સીંગદાણાનો ભૂકો

- 2 ચમચી કોથમીર

- 3-4 લસણની કળી

- સ્વાદાનુસાર મીઠું

- 2 ચમચી તેલ

- ચપટી હીંગ

મસાલા ભીંડા બનાવવાની રીતઃ

- સૌપ્રથમ ભીંડાને ધોઇને કાગળમાં મૂકવા જેથી કોરા થઇ જાય. ત્યારબાદ વચ્ચે ભીંડાની એક સાઇડે ચીરો કરવો. આ રીતે બધા જ ભીંડામાં કરવું.

- હવે ઉપર જણાવ્યા મુજબના બધા જ મસાલાને મિક્સ કરો. તેમાં અડધી ચમચી તેલ નાંખીને સરખી રીતે ભેળવી દો.

- તૈયાર કરેલા મસાલાને બધા જ ભીંડામાં સરખી રીતે ભરી લો.

- એક કઢાઇમાં તેલ મૂકીને હીંગનો વઘાર કરો. બધા જ ભીંડા તેમાં નાંખી ચઢવા દો.

- ભીંડા ચઢી જાય એટલે ગેસ બંધ કરીને નીચે ઉતારી લો. મસાલા ભીંડા તૈયાર છે.

Latest Stories